Junagadh News : દત્ત જયંતિએ ગીરનાર પર બિરાજતા ભગવાન ગુરૂ દત્તાત્રેયને 2 કિલોનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો!

Junagadh News : દત્ત જયંતિએ ગીરનાર પર બિરાજતા ભગવાન ગુરૂ દત્તાત્રેયને 2 કિલોનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો!
  • ગત તા.26 ડિસેમ્બર માગસર સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન ગુરદત્તાત્રેય જયંતીની ઉજવણી ગિરનાર પર્વત પર ધામધૂમથી કરવામાં આવી.
  • આ તકે ગુરુદત્ત શિખર ઉપર મોટી સંખ્યામાં ભાવિકજનો ઉમટી પડ્યા હતા, દત્ત ભગવાનના દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી.
  • ગુરુ શિખર પર વહેલી સવારે પાદુકા પૂજન અને ત્યારબાદ દત્ત યાગ યજ્ઞ યોજાયો હતો, જેના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
  • દેશભરમાંથી અહીં કાવડયાત્રા સાથે ભાવિકો આવી પહોંચ્યા હતા અને મંદિરમાં દત્તબાવની તેમજ દત્તમંત્રોચ્ચારનું અનુષ્ઠાન કરી બાદમાં કમંડળકુંડ ખાતે મહાપ્રસાદ લીધો હતો.
  • આ પાવન દિવસે એક ભાવિકે દત્ત ભગવાનને 2 કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.
  • ગિરનાર સહિત સમગ્ર ભવનાથ વિસ્તારમાં પણ ગુરુ દત્તાત્રેય જયંતીના શુભ અવસરે વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી અને હરિઓમ તત્સત જય ગુરુદત્તનો નાદ ગુંજી ઉઠ્યો.