ભારતમાં હવે કોરોના સંક્રમણનો આંકડો થયો 5,000 ને પાર, ચાલો જાણીએ ગુજરાત અને ભારત ની સ્થિતિ વિશે…

કોરોના

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 150થી પણ વધુ થઇ ગયો છે, તો સાથોસાથ ભારતમાં પણ હવે કોરોના અસરગ્રસ્તોની સંખ્યા 5,000ને વટી ચુકી છે. જનતાની બેદરકારી અને અસહકારને કારણે કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. જો લોકસંપર્ક ટળશે તો જ આ મહામારીનો સામનો શક્ય બનશે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

કોરોના

સર્વ પ્રથમ તો આજરોજ તા.8મી એપ્રિલના રોજ સવારે 11:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.

  • તારીખ: 8મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 5,194
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 401
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 149

ભારતમાં 5,000 કેસોમાં 150થી વધુ કેસ એકલા ગુજરાત રાજ્યના જ છે. ગુજરાતમાં આજે સવારે 11:30 વાગ્યા સુધીમાં 10 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

  • તારીખ: 8મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 179
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 25
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 17

આ આંકડાઓને ધ્યાને લેતા જણાય કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના વાઇરસનો કહેર કઈક અંશે સીમિત છે, પરંતુ દરેક નાગરિકે પોતાની નૈતિક ફરજ સમજીને ઘરે રહીને કોરોનાના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થવું જોઈએ.

કોરોના સંદર્ભે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ જોવા નથી મળ્યો અને સાથે જ જિલ્લામાં એક પણ શંકાસ્પદ દર્દી નથી. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. જૂનાગઢ તંત્ર દ્વારા નિર્ણાયક અને કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, ત્યારે આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : Aapdu Junagadh has successfully completed one year with the help of your support..