જૂનાગઢ ઉપરથી હટતું જતું કોરોના સંકટ! તા.31મી મેના રોજ બપોરે 1 વાગ્યા સુધી વધુ 8 દર્દીઓ રિકવર થયા

કોરોના

ભારતમાં કોરોના સંકટના વાદળ ધીમે ધીને હટતા જતા હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે ગઈ કાલ તા.30મી મેના રોજ સમગ્ર દેશમાંથી 11 હજારથી વધુ લોકો રિકવર થઈને ઘરે ગયા હતા. કંઈક આવી જ સ્થિતિ હાલ આપના જૂનાગઢ જિલ્લાની છે. કારણ કે જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના વાઇરસથી સાજા થઈને ઘરે જતા લોકોની સંખ્યા વધી રહી છે.

કોરોના

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા થોડાક દિવસોમાં કોરોના વાઇરસ સામે જંગ જીતીને ઘરે જતા લોકો સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. આજ તા.31મી મેના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી વધુ 8 દર્દીઓ રિકવર થઈને પોતાના ઘરે પ્રયાણ કર્યું છે. આ દર્દીઓની માહિતી નીચે મુજબ છે.

કોરોના

આજરોજ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 8 છે. જેમાંથી 3 દર્દીઓ કેશોદ તાલુકાના હતા અને અન્ય 5 દર્દીઓ વિસાવદર તાલુકાના બરડીયા ખાતેના હતા. આ તમામ દર્દીઓએ ટુક ગાળામાં જ કોરોનાની લડાઈમાં જીત મેળવી છે. હાલ આ તમામ દર્દીઓને વધુ 7 દિવસના સેલ્ફ આઇશોલેનમાં રહેવાની સૂચના સાથે રજા આપવામાં આવી છે.

આજની તા.31મી મેના રોજ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા સાથે હાલ જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

  • તારીખ: 31મી મે, 2020(રવિવાર)
  • સમય: બપોરે 1 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 29
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 24
  • મૃત્યુઆંક: 0
  • કુલ એક્ટિવ કેસ: 5

Also Read : Aapdo Avaaj Junagadh