ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના અતિવેગથી ફેલાઈ રહ્યો છે. જો કે તેની લડાઈ માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા લોકડાઉન 2.0 અમલમાં મુકવામાં આવ્યું છે. જેના કારણે આ લડાઈમાં સફળતા મળવાની તકો વધી ચુકી છે. આ સાથે જ અહીં ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. જેના પર એક નજર કરીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ
- તારીખ: 15મી એપ્રિલ 2020
- સમય: સવારે 11:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 11,439 (જેમાં 9,756 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,305
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 377
બીજા રાજ્યોની માફક ગુજરાત પણ હવે કોરોના પોઝિટિવ આંકડાઓની હોડમાં આગ્રેસર રહેવા માંડ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા થોડાક દિવસથી રાતે અને દિવસે પણ અઢળક કેસોનો ઉમેરો નોંધાઇ રહ્યો છે. ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ
- તારીખ: 15મી એપ્રિલ 2020
- સમય: સવારે 11:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 695 (જેમાં 606 કેસ એક્ટિવ છે.)
- વેન્ટિલેટર પર રાખવામાં આવેલ દર્દીની સંખ્યા: 8
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 59
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 30
ભારત અને ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ. જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જૂનાગઢમાં મેડિકલ સ્ટાફની એક ટિમ બનાવીને ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.