ગત 24 કલાકમાં 3 મૃત્યુ સાથે કેટલા પોઝીટીવ કેસ નોંધાયા તેની વિગતવાર માહિતી મેળવો.

જૂનાગઢમાં છેલ્લા થોડાક સમયથી વધી રહેલા પોઝીટીવ કેસના કારણે હાલ કુલ પોઝીટીવ કેસનો આંક 300થી ઉપર પહોંચી ગયો છે, તો સાથે જ ગઈકાલે જિલ્લામાં વધુ 3 કોરોના દર્દીના મૃત્યુ પણ થયા છે. આ તમામ નવા કેસ અને મૃત્યુ વિશે અહીં વિગતવાર માહિતી જાણીશું, પરંતુ તે પહેલા ગુજરાત અને ભારતના કોરોનાના આંકડાઓ વિશે ચર્ચા કરીએ…

સૌથી પહેલા ભારતના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ, તો જાણી શકાય કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 29 હજારથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે, તો સાથે જ 20 હજારથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે. આ સાથેના દેશના કોરોના સંબંધિત અન્ય આંકડાઓની માહિતી નીચે દર્શાવ્યા મુજબ છે.

ભારતના કોરોનાના આંકડા:

  • તારીખ: 15મી જુલાઈ, 2020(બુધવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 9,36,181 (વધુ 29,429 નવા કેસ ઉમેરાયા)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,92,032 (વધુ 20,572 લોકો રિકવર થઈ ગયા)
  • કુલ મૃત્યુઆંક: 24,309 (વધુ 582 લોકોનું દુઃખદ અવસાન થયું)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 3,19,840

ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે ગુજરાતના કોરોનાના આંકડા વિશે જાણીએ. ગુજરાતમાં પણ ગઈ કાલે ફરીથી 900થી ઉપર પોઝીટીવ કેસ નોંધાયા છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યા 43 હજારને પાર થઈ ચૂકી છે. આ સાથેના રાજ્યના કોરોનાના આંકડાની તમામ વિગત નીચે મુજબ છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 14મી જુલાઈ 2020(મંગળવાર)
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 43,723 (નવા 915 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 30,555 (વધુ 749 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,071 (વધુ 14 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 11,097

ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાના કોરોનાના આંકડા જાણીએ. ગઈકાલના દિવસે જૂનાગઢ જિલ્લામાં નવા 25 કોરોનાના કેસ નોંધાયા છે. તેમાંથી જૂનાગઢ શહેરના 11 અને બાકીના અન્ય તાલુકાઓમાંથી નોંધાયા છે. નવા આવેલા તમામ કેસની વિગત નીચે દર્શાવેલી Image મુજબ છે.

આ સાથે જ કાલના દિવસે 12 લોકો રિકવર થાય છે અને વધુ 3 કોરોના દર્દીનું દુઃખદ અવસાન થયું છે. એક જ દિવસમાં 3 મૃત્યુ નોંધાતા તંત્ર પણ ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. હાલ નવા નોંધાયેલા કેસ સાથે જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 14મી જુલાઈ, 2020 (મંગળવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 370
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 153
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 207
●મૃત્યુઆંક: 10

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 41 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લાઇ રહેલા લોકોની કુલ સંખ્યા 411 ગણવામાં આવે છે.