ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કોરોના ના આંકડાઓ 500થી વધુ જ નોંધાતા હતા, ત્યારે આજના દિવસમાં કોરોનાના કેસમાં કંઈક અંશે રાહત મળવી એ રાજ્ય માટે ખરેખર આશાસ્પદ બાબત છે, ત્યારે ચાલો જાણીએ આજના દિવસના ગુજરાત સહિત ભારતના આંકડાઓ…
ભારતમાં કોરોના ને લગતા આંકડાઓ:
- તારીખ: 12મી જૂન, 2020(શુક્રવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 2,97,535 (વધુ 10,956 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,47,195 (વધુ 6,166 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 8,498 (વધુ 396 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,41,842 (4,394 કેસનો વધારો થયો)
ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે, જેથી આજે રાજ્યમાં થોડી રાહતની પરિસ્થિતિ છે. આ સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 12મી જૂન, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 22,562 (નવા 495 કેસ નોંધાયા)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 15,501 (વધુ 392 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,416 (વધુ 31 લોકોના મૃત્યુ થયા.)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,645
ગુજરાત અને ભારત બાદ હવે જૂનાગઢ જિલ્લામાં કોરોનાની શુ સ્થિતિ છે તેના પર એક નજર કરીએ. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી, જે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લા માટે રાહતના સમાચાર છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
- તારીખ: 12મી જૂન, 2020
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 40
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 10
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 29
- મૃત્યુઆંક: 1
Also Read : Aapdo Avaaj Campaign