એક રાતમાં કોરોના નોંધાયા 25 કેસ અને 1 મૃત્યુ. ચાલો જાણીએ તા.12મી એપ્રિલ સવારે 11.30 સુધીની કોરોનાની સ્થિતિ

કોરોના

સમગ્ર રાજ્યમાં આજે કોરોના વાઇરસ અતિવેગથી પ્રસરી રહ્યો છે, પરંતુ આ મહામારીની સૌથી વધુ અસર અમદાવાદમાં વર્તાઈ રહી છે. કારણ કે ગત એક જ રાતમાં ફરી નવા 25 કેસ સામે આવ્યા છે. જેમાંથી 23 કેસ માત્ર અમદાવાદના જ છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 12મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 8,356 (જેમાં 7,367 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 715
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 273

Coronavirus scare: Man beaten up for not wearing mask, sneezing in ...ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો હવે 500ની નજીક પહોંચવા જઇ રહ્યો છે. અતીવેગથી વધી રહેલા કોરોનાના આંકડાઓ ચિંતાજનક છે. જો કે ગુજરાત સરકાર અને ખાસ કરીને અમદાવાદ તંત્ર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવામાં સૌથી મોખરે છે. તંત્ર હોટસ્પોટ સહિતના વિસ્તારોમાં ટેસ્ટિંગ કરી રહ્યું છે, પરંતુ લોકોનો સહકાર હજી પણ ક્યાંક ખૂટતો હોય તેવું લાગે છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

India, Day 1: World's Largest Coronavirus Lockdown Begins - The ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 12મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી 
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 493 (જેમાં 426 કેસ એક્ટિવ છે.)
  • વિદેશ પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા: 33
  • આંતર રાજ્ય પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 32
  • લોકલ ટ્રેનજીશનથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 428
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 44
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 23
  • વેન્ટિલેટર પર રાખવામાં આવેલ દર્દીઓની સંખ્યા: 4

અમદાવાદમાં ફરી વખત કેસનો વધારો થયો છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. કોરોનાની લડાઈમાં રાજ્ય સરકાર સતત કાર્યશીલ રહે છે, સાથે જ મૃત્યુદરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને સામે રિકવરીની ટકાવારી વધી રહી છે. આમ, તંત્ર દ્વારા કોરોના સામે સખત લડાઈ લડવામાં આવી રહી છે.

કોરોના ભારત અને ગુજરાત બાદ એક નજર નાખીએ જૂનાગઢ જિલ્લા પર કે જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : About Ra Khengar Vav