જૂનાગઢ cityમાં નોંધાયેલા 5 કેસ સાથે જિલ્લામાં નોંધાયેલા કુલ કેસની વિગત જાણીએ.

જૂનાગઢ શહેરમાં મેઘમહેરની સાથે સાથે કોરોનાના કેસમાં પણ સતત ઉમેરો થતો જોવા મળી રહ્યો છે. આજના દિવસે પણ જૂનાગઢ cityમાં વધુ 5 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથેની સમગ્ર જૂનાગઢ જિલ્લાની કોરોનાની સ્થિતિ જાણીએ.

જૂનાગઢ શહેરમાં આજરોજ કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. જેની સંપૂર્ણ વિગત નીચે દર્શાવ્યા મુજબ છે. આ સાથે જ સમગ્ર જિલ્લામાં થઈને કુલ 11 કોરોનાના પોઝીટીવકેસ નોંધાયા છે. જેની માહિતી નીચે દર્શાવેલ image પરથી મેળવીએ.

આ સાથે જ આજરોજ જૂનાગઢ જિલ્લાના વધુ 4 લોકો કોરોના વાઇરસ સામેનો જંગ જીતીને રિકવર થઈ ચૂક્યા છે. આજરોજ રિકવર થયેલા લોકોમાં ધંધુસર, વિસાવદર, જૂનાગઢ અને ભેસાણના દર્દીઓનો સમાવેશ થાય છે. જેમની વિગતવાર માહિતી અહીં દર્શાવ્યા મુજબ છે.

જો કે જૂનાગઢમાં વધતા કેસની સાથે રિકવર થતા લોકોની સંખ્યા વધુ છે અને સામે કુલ મૃત્યુની સંખ્યા 4 છે, જે એક સારી બાબત છે. આજરોજ જૂનાગઢ જિલ્લાના કોરોનાના કેસમાં થયેલા ઉતાર-ચઢાવ બાદ હાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 7મી જુલાઈ, 2020
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 181
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 93
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 84
●મૃત્યુઆંક: 4

અહી ખાસ જણાવવાનું કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય જિલ્લા અને અન્ય રાજ્યોના 29 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેથી તેમના પોઝિટિવ કેસ સાથેની અન્ય તમામ વિગત જૂનાગઢ જિલ્લાના કોરોનાના આકડામાં જ ઉમેરવામાં આવે છે. તેથી સરકારી આકડાઓ મુજબ જૂનાગઢમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 200 દર્શાવવામાં આવે છે.