જૂનાગઢના 2 કોરોના ના દર્દીઓની રિકવરી સાથે તા.11મી મે સુધીનો રાજ્ય અને દેશનો રિકવરી રેશિયો જોઈએ.

કોરોના

જૂનાગઢ માટે આજનો દિવસ સુખદ દિવસ જણાયો હતો. કારણ કે કોરોના વાઇરસના જે પ્રથમ બે દર્દી નોંધાયા હતા, તેમને આજે રિકવરી આપી દેવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં રિકવરી રેટ શુ છે તેમજ દેશમાં કેટલા લોકો રિકવર થયા છે તેના વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

More than Just China: COVID-19 May Ravage Asia | Human Rights Watch

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 11મી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 67,152 (નવા 4,213 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 44,029 (નવા 2,557 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 20,917 (વધુ 1,559 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,206 (વધુ 97 દર્દીઓનું મૃત્યુ થયું.)

Now, Maharashtra to stamp people in home quarantine! | India News ...

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.11મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં રાજ્યમાં 300થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 8 હજારને પાર થઈ ચૂક્યો છે. જો કે અહીં સારી વાત એ છે કે, આજે ફરી 235 જેટલા મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઈને પોતાના ગંતવ્ય સ્થાને પાછા ફર્યા હતા. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

Indian coronavirus: Why lock down 1.3bn people? - BBC News

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 11મી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 8,542 (નવા 347 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,249 (જેમાંના 31 લોકો વેન્ટિલેટર પર છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,780 (વધુ 235 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 513 (વધુ 20.લોકોના મૃત્યુ થયા.)

ભારત અને ગુજરાત બાદ હવે એક નજર જૂનાગઢ જિલ્લા પર કરીએ. જૂનાગઢમાં જે પ્રથમ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા, તે બન્ને દર્દીઓની સ્થિતિ સુધરતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અને મધુરમ વિસ્તારમાંથી 2 નવા કેસ નોંધાયા છે.

કોરોના

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તા.11મી મે, 2020
  • સમય: 8:30 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 2
  • મૃત્યુઆંક: 0

Also Read : Diu – Our Mini Goa