રાજ્યમાં હાલ કોરોના ના પોઝિટિવ કેસ 22 હજારને વટી ગયા છે, સાથે જ દેશમાં પણ કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ 86 હજારને પાર થઈ ગઈ છે, પરંતુ રાજ્યમાં અને દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ સારા પ્રમાણમાં વધી રહી છે, ત્યારે ચાલો જાણીએ ગુજરાત અને ભારતમાં કોરોનાની શુ સ્થિતિ છે…
ભારતમાં કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 11મી જૂન, 2020(ગુરુવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 2,86,579 (વધુ 9,996 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,42,029 (વધુ 5,823 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 8,102 (વધુ 357 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,37,448 (3,816 કેસનો વધારો થયો)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 513 પોઝીટીવ કેસ નોંધાયા છે અને વધુ 38 લોકોના દુઃખદ અવસાન થયા છે. આ સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 11મી જૂન, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 22,067 (નવા 513 કેસ નોંધાયા)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 15,113 (વધુ 366 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,385 (વધુ 38 લોકોના મૃત્યુ થયા.)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,569
ગુજરાત અને ભારત બાદ હવે જૂનાગઢ જિલ્લામાં કોરોનાની શુ સ્થિતિ છે તેના પર એક નજર કરીએ. આજના દિવસમાં જૂનાગઢમાં વધુ 2 મહિલા દર્દીઓ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેમાં એક 67 વર્ષીય મહિલા મધુરામના નિવાસી છે અને અન્ય એક 40 વર્ષીય મહિલા મૂળ અમદાવાદના છે, પરંતુ હાલ શહેરના મીરા નગર વિસ્તારમાં રહે છે. આ બંને દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
- તારીખ: 11મી જૂન, 2020
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 40
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 10
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 29
- મૃત્યુઆંક: 1
Also Read : what to do & what not to do during Wedding Special for better skin & hair