કોરોના સંક્રમણ: ભારત પહોંચ્યું ટોપ-10માં! જાણો કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો

ભારતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વિકરાળ રૂપ ધારણ કરતો જાય છે. જેને લઈને ગત રવિવારે તા.24મી મેના રોજ ભારત દેશ, કોરોના સંક્રમણને મામલે વિશ્વના ટોપ 10 દેશોમાં સામેલ થઈ ચૂક્યો છે. કેટલાંક દિવસોથી ભારત 11માં નંબર પર હતો અને ઈરાન 10માં નંબર પર હતો, પરંતુ ભારતમાં સંક્રમણની સંખ્યા ઇરાનના કરતાં પણ વધી ગઈ છે. હાલમાં ઇરાનમાં 1.37 લાખ, જ્યારે ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો 1.40 લાખએ પહોંચ્યો છે.

કોરોના સંક્રમણને મામલે ભારત દેશની વાત કરીએ તો, ગત રવિવારે 6600 જેટલાં કેસ સામે આવ્યા. કોરોનાને લીધે મૃત્યુઆંક 4000+ પહોંચ્યો છે. આ તકે સકારાત્મક બાબત એ કહી શકાય કે, અત્યાર સુધીમાં 58,185 જેટલાં લોકો સાજા થઈ ગયાં છે. જેથી કરીને ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 77,946 જેટલી છે. જેમાંથી 8,900થી વધુ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના 394 નવા કેસ સામે આવ્યા, જે પછી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 14,056 જેટલી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને લીધે ગુજરાતનો મૃત્યુઆંક 858 એ પહોંચ્યો છે. રાજ્ય સ્વાસ્થ્ય અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર, ગત રવિવારે ગુજરાતમાં જે 29 લોકોના મૃત્યુ થયાં, તેમાંથી 21 જેટલાં લોકો બીજી અન્ય બીમારીઓથી પીડિત હતા. અત્યાર સુધીમાં 6412 જેટલાં લોકો સાજા થયાં છે.

જો ગુજરાત રાજ્યના જિલ્લાની વાત કરવામાં આવે તો, અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 10,280 કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં કુલ 4051 જેટલા દર્દીઓ સાજા થયા છે, જ્યારે 697 જેટલાં લોકોનું મૃત્યુ થયું છે. અમદાવાદ જિલ્લામાં 72479 જેટલા લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5415 જેટલાં લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી કુલ 26 કેસ પોઝિટિવ નોંધાયા હતાં. અત્યાર સુધીમાં 4 જેટલાં લોકો સાજા થઈ ગયા છે અને કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ જિલ્લામાં એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

Woman inmate at Ludhiana jail tests positive for COVID-19 | India ...

નોંધ: ઉપર જણાવેલી તમામ માહિતી, સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવતી ઓનલાઈન વિગતો પરથી લીધેલી છે. જે તા.25મી મે, સાંજે 7 વાગ્યા સુધીની છે.

image credit - googleimage credit – google

Also Read : Experience the first Robo race competition in Junagadh