નવા 36 કેસ સાથે સતત વધતો કોરોના નો ગ્રાફ! તા.11મી એપ્રિલ સાંજે 8.30 સુધીની કોરોના સંબંધિત માહિતી

કોરોના

ગુજરાત પર હવે કોરોના નો તાંડવ વર્તાઈ રહ્યો છે. હાલ 450થી પણ વધુ પોઝીટીવ કેસ નોંધાયેલા છે. જેમાંના 200 ઉપરના દર્દીઓ માત્ર અમદાવાદના જ છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 11મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 7,529 (જેમાં 6,634 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 652
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 242

Coronavirus News: WHO chief says China virus evacuations not ...ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો હવે 450ને પાર થઈ ગયો છે. અતીવેગથી વધી રહેલા કોરોનાના આંકડાઓ ચિંતાનો વિષય છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સતત ટેસ્ટિંગનો સહારો લેવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,000 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેમાંથી માત્ર 5% કેસ જ પોઝીટીવ નોંધાયા છે. તંત્ર હોટસ્પોટ સહિતના વિસ્તારોમાં ટેસ્ટિંગ કરી રહ્યું છે, પરંતુ લોકોનો સહકાર હજી પણ ક્યાંક ખૂટતો હોય તેવું લાગે છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 11મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 468 (જેમાં 402 કેસ એક્ટિવ છે.)
  • વિદેશ પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા: 33
  • આંતર રાજ્ય પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 32
  • લોકલ ટ્રેનજીશનથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 403
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 44
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 22
    રાજ્યમાં ફરી વખત કેસનો વધારો થયો છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. કોરોનાની લડાઈમાં રાજ્ય સરકાર સતત કાર્યશીલ રહે છે, સાથે જ મૃત્યુદરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને સામે રિકવરીની ટકાવારી વધી રહી છે. આમ, તંત્ર દ્વારા કોરોના સામે સખત લડાઈ લડવામાં આવી રહી છે.

NDMC setting up special wards for coronavirus cases at four hospitalsભારત અને ગુજરાત બાદ એક નજર નાખીએ જૂનાગઢ જિલ્લા પર કે જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા રાણકદેવી મહેલ – ઉપરકોટ ખાતે સફાઈ કરવામાં આવી હતી.