કોરોના : એક જ રાતમાં નોંધાયા નવા 46 કેસ! ગુજરાતમાં તા.10મી એપ્રિલ સવારે 11.30 સુધીની કોરોના સંબંધિત માહિતી

કોરોના

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 300થી ઉપરનો થઈ ચૂક્યો છે. ગઈકાલે એક જ રાતમાં નવા 46 કેસ નોંધાયા, જેમાં વડોદરામાં જ કુલ 17 કેસ નોંધાયા છે. જનતાની બેદરકારી અને અસહકારને કારણે કોરોનાના દર્દીઓ સતત બમણી ગતિથી વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. જો લોકસંપર્ક ટળશે તો જ આ મહામારીનો સામનો શક્ય બનશે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 10મી એપ્રિલ 2020,સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 6,412 (જેમાં 5709 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 503
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 199

કોરોના

ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો અતીવેગથી વધી રહ્યો છે. ફરી એક વખત મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરામાં 17 નવા કેસ સાથે 46 પોઝિટિવ દર્દીઓ એક જ રાતમાં નોંધાયા છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, પરંતુ લોકોનો સહકાર હજી પણ ક્યાંક ખૂટતો હોય તેવું લાગે છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 10મી એપ્રિલ 2020, સમય: સવારે 11:30 વાગ્યા સુધી 
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 308 (જેમાં 259 કેસ એક્ટિવ છે.) 
  • સ્ટેબલ કેસની સંખ્યા: 257 
  • વેન્ટિલેટર પર રાખવામાં આવેલ દર્દીઓની સંખ્યા: 2
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 30
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 19

રાજ્યમાં માત્ર એક જ રાતમાં કોરોનાના દર્દીઓમાં 46 કેસનો વધારો થવો એ ખરેખર ચિંતાનો વિષય છે. જો કે સરકારશ્રી દ્વારા સ્થિતિ હજી કાબુમાં હોવાનું નિવેદન અપાઈ રહ્યું છે. જો હજી પણ લોકો પોતાની જવાબદારી સમજીને સાવચેતીપૂર્વક નહિ વર્તે તો આ મહામારી સામેની લડાઈ લડવી ખૂબ જ કઠિન બની જશે.

ભારત અને ગુજરાત બાદ એક નજર નાખીએ જૂનાગઢ જિલ્લા પર, અંદાજે 5 લાખની વસ્તી ધારાવતા જૂનાગઢ જિલ્લામાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. ફૂટ- બાઇક પેટ્રોલિંગ સાથે હવે ડ્રોન થકી પણ આકાશી નજર રાખવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

image credit - google

image credit – google

Also Read : રોટ્રેક્ટ ક્લબ અને રોટરી ક્લબ જૂનાગઢ દ્વારા તા.૧૮ માર્ચના રોજ રક્તદાન કેમ્પ “મહાદાન ૩.૦”નું આયોજન કરવામાં આવ્યું છે