છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડબ્રેક 3,800 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજ સુધી દેશમાં રકસાથે આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા નથી. ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં 441 કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં ગુજરાત અમે ભારતના કોરોના સંબંધિત આંકડાઓ આપેલા છે, તેના પર એક નજર નાખીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 5મી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 46,711 (નવા 3,875 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 31,967 (નવા 2,282 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 13,161 (વધુ 1,399 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,583 (વધુ 194 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે વાત કરીએ ગુજરાત રાજ્યની કે જે હાલ કોરોના પોઝીટીવ કેસના લિસ્ટમાં બીજા ક્રમાંકે છે. આજરોજ તા.5મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં 441 નવા કેસ નોંધાયા છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 5મી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 6,245 (નવા 441 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,496 (જેમાંથી કુલ 29 લોકો વેન્ટિલેટર પર છે.)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,381 (વધુ 186 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 368 (વધુ 49 લોકોના મૃત્યુ થયા)
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આજે કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો મોટી સંખ્યામાં સામે આવ્યો છે. ગુજરાતમાં ગઈકાલે આરોગ્ય અગ્રસચિવશ્રીની પત્રકાર પરિષદ યોજાઈ હતી તે બાદ આજે એટલે કે 24 કલાકમાં વધુ 441 દર્દીઓ સામે આવ્યા છે અને સાથે જ આજે વળજું 186 દર્દીઓ સજા થઈને પોતાના ઘરે ગયા છે.
ભારત અને ગુજરાત બાદ હવે જૂનાગઢ જિલ્લા પર એક નજર કરીએ. જ્યાં આજ તા.5મી મે, 2020ના રોજ 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતેના CHC કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર અને તેમના પ્યુનના કોરોના વાઇરસના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. હાલ તેઓની સ્થિતિ કાબુમાં હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતેના આઇશોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 0
- મૃત્યુઆંક: 0
Also Read : જૂનાગઢ બે બહેનો રોજ ચલાવે છે 60 કિ.મી. સાઇકલ