Junagadh News : જૂનાગઢનાં 15 થી 29 વર્ષની વય ધરાવતાં કલાકારો માટે જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ-ઇન્ડિયા@2047 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે.

Junagadh News : જૂનાગઢનાં 15 થી 29 વર્ષની વય ધરાવતાં કલાકારો માટે જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ-ઇન્ડિયા@2047 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે.
– જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ-ઇન્ડિયા@2047 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
– યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અને જિલ્લા યુવા અધિકારીની કચેરી, નેહરુ યુવા કેન્દ્ર, જુનાગઢનાં સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાશે.
– જે અંતર્ગત ચિત્ર સ્પર્ધા, કાવ્યલેખન સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા, વકતવ્ય સ્પર્ધા, સમૂહ સાંસ્કૃતિક રાસ-ગરબા સ્પર્ધા (પ્રાચીન)નું આયોજન કરવામાં આવશે.
– આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોની વય મર્યાદા 15 થી 29 વર્ષ સુધીની રહેશે.
– દરેક સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ સ્પર્ધકોને રોકડ ઈનામ આપવામાં આવશે.
– આ ઉપરાંત વિજેતા થયેલ સ્પર્ધકોને રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષા સ્તરે ભાગ લેવાનો રહેશે.
– સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ આગામી તા.29 મે સુધીમાં કચેરીનાં સમય દરમ્યાન નીચે આપેલ સરનામે રૂબરૂ ફોર્મ ભરવાનું રહેશે.
– ફોર્મ સાથે સ્પર્ધકે આધારકાર્ડની નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો જોડવાનો રહેશે.
– ફોર્મ ભરવાનું સ્થળ: જિલ્લા યુવા અધિકારીની કચેરી, નેહરૂ યુવા કેન્દ્ર, કાદરી મંઝીલ, લીમડા ચોક, જવાહર રોડ, જૂનાગઢ.