જાણો શિવરાત્રિ ના મેળાની આ અદ્દભુત પરંપરા વિશે

શિવરાત્રિ

શિવરાત્રિ : આપણાં જૂનાગઢમાં યોજાતો શિવરાત્રીનો મેળો જગ વિખ્યાત છે.આ વર્ષથી તેને મિની કુંભમેળો જાહેર કરવામાં આવ્યોછે.આ મેળો દર વર્ષે હિન્દુ પંચાંગ અનુસાર મહાવદ એકાદશીના દિવસથી શરૂ થાય છે અને શિવરાત્રિના દિવસેસમાપન થાય છે. ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુ અને મહામંડલેશ્વર ભારતીબાપુ અને અન્ય સાધુ સંતોવૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણની વિધિ પૂરી કરી, આ મેળાની શુભ શરૂઆત કરે છે.જેમાં દેશભરના શ્રધ્ધાળુઓ ભાગલે છે.shivratri mela

મહાશિવરાત્રિની રાતે મેળામાં એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.અડધી રાતે શરૂ થતી આ મહાપૂજાપહેલા નાગા સાધુઓરવાડી(શોભાયાત્રા) કાઢી અને શંખનાદ સાથે ત્યાં પહોચે છે.એવું માનવામાં આવે છે કેનવનાથ અને 84 સિધ્ધોની ભૂમિ ગિરનારમાં આ સાધુઓની સાથે ભગવાન શિવ અને અસ્વસ્થામા પણ શિવરાત્રિના દિવસે પ્રગટથઈ આ રવાડીમાં જોડાઈ છે.

ભવનાથના મેળા સાથે જોડાયેલી છે આ કથા:

શિવરાત્રિ

પૌરાણિક કથા અનુસાર એકવાર માતા પાર્વતિ અને ભગવાન શિવ ગિરનાર પર્વત પરથી આકાશ માર્ગે પસાર થઈરહ્યા હતા, ત્યારે એમનું દિવ્ય વસ્ત્ર મૃગી કુંડમાં પડી ગયું.આજે પણ નાગા સાધુઓ શિવરાત્રિના દિવસે નીકળતી શોભાયાત્રા પછી આ મૃગીકુંડમાં સ્નાન કરે છે.માનવામાં આવે છે કે ભગવાન શિવ સ્વયં આ મેળામાં પ્રગટ થાય છેઅને નાગા સાધુઓ સાથે આ મૃગીકુંડમાં સ્નાન કરી અદ્રશ્ય થઈ જાય છે.આ મેળો પ્રાચીન કાળથી યોજાઇ રહ્યો છે અનેતેની શરૂઆત અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ય નથી.

શિવરાત્રિ

ભક્તિ,ભોજન અને ભજનના સંગમથી રચાતો આ મેળો એક અનોખું મહત્વ ધરાવે છે.લોકો દૂર દૂરથી આ મેળામાં ભાગલેવા માટે દોડી આવે છે.મેળામાં જતાં પહેલા ઘણા શ્રધ્ધાળુઓ ગિરનાર પર્વત પર ગુરુદત્તાત્રેયના દર્શને જાય છે.ઘણા લોકોલોકસેવાના કર્યો કરવા મેળામાં આવતા લોકો માટે ભોજન અને ઉતારાની વ્યવસ્થા કરે છે. બહારથી આવતા શ્રધ્ધાળુઓ માટે આ ઉતારાઓમાં વિનામુલ્યે જમવાની અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે.

તો તમે પણ આ મેળાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં..!!

હર હર મહાદેવ !!!!!

Author: Urvashi Deshani  #TeamAapduJunagadh

Also Read : RTOના નિયમોમાં થયા ધરખમ ફેરફારો, દરરોજ 500 વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા ફરજિયાત!