જૂનાગઢ માં કોરોના થી પ્રથમ દર્દીનું મૃત્યુ! તા.3જી જૂન 11AM સુધીમાં જિલ્લાની કોરોનાની સ્થિતિ

કોરોના

જૂનાગઢમાં કોરોના વાઇરસના કેસ ધીમી પણ મક્કમ ગતિએ સતત વધી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું હતું, જો કે આ દરમિયાન પણ જૂનાગઢ જિલ્લા માટે એક સારા સમાચાર એ છે કે, જૂનાગઢમાં કોરોના વાઇરસ સામે જંગ જીતનાર લોકોની સંખ્યામાં પણ સતત વડનારો થઈ રહ્યો છે. જેના કારણે હાલ એક્ટિવ કેસની સંખ્યા પાંચથી પણ ઓછી છે.

કોરોના

ગઈ કાલે તા.2જી જુનની રાતે જૂનાગઢની નરસિંહ મહેતા સ્કૂલની સામેના લંઘાવાડા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેની સાથે જ જૂનાગઢમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા 30 થઈ ચૂકી છે.

કોરોના

આ દરમિયાન જૂનાગઢના એક મહિલા કોરોના પોઝીટીવ દર્દીને સારવાર અર્થે રાજકોટની ક્રિષ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે જ જૂનાગઢ જિલ્લામાં આજની તારીખ સુધીમાં કોરોનાના કેસના કુલ આંકડા અને બીજી માહિતી નીચે દર્શાવેલ છે, તેના પર એક નજર કરીએ.

જૂનાગઢમાં તા.3જી જૂન સુધીમાં નોંધાયેલા કોરોનાના આંકડાની માહિતી:

  • તારીખ: 3જી જૂન, 2020(બુધવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોઝિટિવ કેસની સંખ્યા: 30
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 26
  • મૃત્યુઆંક: 01
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 3

Also Read : Facts about the abode of the Lion King