ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 18,000 નવા કેસ ઉમેરાતા કુલ પોઝિટિવ કેસનો આંક થયો આટલો

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે દેશમાં ભયનું વાતાવરણ વધતું જાય છે, પરંતુ જો કોરોના સામે જીતવું હશે તો ભયની સાથે સાથે જાગૃતતા પણ દર્શાવવી જોશે. જે હાલના તબક્કે જોવા મળતું નથી. આથી દેશમાં હવે પોઝિટિવ કેસની સંખ્યા 6 લાખ નજીક પહોચવા આવી છે.

દેશની કોરોનાની હાલની સ્થિતિ વિષે ચર્ચા કરીએ તે પહેલા એકવાર ગુજરાતના કોરોનાના આકડા વિષે થોડી ચર્ચા કરીએ, તો ગુજરાતમાં હાલ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32 હજારને પાર થઈ ચૂકી છે. જોકે ગુજરાતમાં મૃત્યુદર ઘણેખરે અંશે કાબુમાં આવી ગ્યો હોય તેવું જણાઈ છે. સાથે જ હવે અમદાવાદમાં પણ કોરોનાના નવા કેસમાં થોડી break લાગી હોય તેવું જણાઈ રહ્યું છે. ગઇકાલે નોંધાયેલા કોરોનાના આકડા બાદ હાલ રાજયમાં કોરોનાની સ્થિતિ આ મુજબ છે.

કોરોના

ગુજરાતની કોરોના સંબંધિત માહિતી: (ગઇકાલ સુધીની માહિતી)

  • તારીખ: 30મી જૂન, 2020 (મંગળવાર)
  • સમય: સાંજે 5 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 32,643 (નવા 620 કેસનો ઉમેરો થયો.)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 23,670 (વધુ 422 લોકો રિકવર થયા.)
  • મૃત્યુઆંક: 1,848 (વધુ 20 લોકોનું દુઃખદ અવસાન થયું.)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 7,125

કોરોના

ગુજરાતની સ્થિતિ જોયા બાદ હવે સમગ્ર દેશની કોરોનાની સ્થિતિ વિષે વાત કરીએ. ભારતમાં પણ ગઇકાલે અધધ 18 હજારથી વધુ નવા કેસ ઉમેરાયા છે. જો કે સાથે જ 13 હજારથી વધુ લોકો કોરોના સામેનો જંગ જીતીને પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે જ હાલ દેશમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

ભારતની કોરોના સંબંધિત માહિતી:

  • તારીખ: 1લી જુલાઇ, 2020 (બુધવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોઝિટિવ કેસની સંખ્યા: 5,85,493 (નવા 18,653 કેસનો ઉમેરો થયો.)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 3,47,979 (વધુ 13,157 લોકો રિકવર થયા.)
  • મૃત્યુઆંક: 17,400 (વધુ 507 લોકોનું દુઃખદ અવસાન થયું.)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2,20,114

Also Read : Positive Story – “ઉકો ભાઇ થાપલા ગામની સ્વચ્છતા અિભયાનના એ બ્રાન્ડ એમ્બેસેડર”