દેશમાં કોરોના 50,000ને પાર! ચલો જાણીએ શુ છે તા.7મી મે, 8:30 PM સુધીની કોરોના ની સ્થિતિ…

કોરોના

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 388 દર્દીઓ સામે આવ્યા છે, તો દેશમાં પણ આજે ફરી 3,500થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં ગુજરાત અમે ભારતના કોરોના સંબંધિત આંકડાઓ આપેલા છે, તેના પર એક નજર નાખીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 7મી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 52,952 (નવા 3,561 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 35,902 (નવા 2,388 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 15,267 (વધુ 1,084 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,783 (વધુ 89 દર્દીઓનું મૃત્યુ થયું.)

ભારત બાદ હવે વાત કરીએ ગુજરાત રાજ્યની કે જે હાલ કોરોના પોઝીટીવ કેસના લિસ્ટમાં દેશમાં બીજા ક્રમાંકે છે. આજરોજ તા.7મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં રાજ્યમાં 388 નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 7,000ને પાર થઈ ચૂક્યો છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 7મી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 7,013 (નવા 388 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,877
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,709 (વધુ 209 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 427 (વધુ 29 લોકોના મૃત્યુ થયા)

કોરોના

હવે વાત કરીએ આપના જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢમાં ગત તા.5મી મેના રોજ બે પોઝીટીવ દર્દીઓ નોંધાયા બાદ ફરી કોઈ નવા કેસ સામે આવ્યા નથી. જો કે અત્યારે જિલ્લામાં સઘન ચેકીંગ ચાલુ જ છે. તેમ છતાં હજુ 2 કરતા વધુ દર્દીઓ સામે આવ્યા નથી.

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-

કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2
કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 0
મૃત્યુઆંક: 0

કોરોના

Also Read : Dr. Subhash Technical Campus have organized a “Grand Safaai Abhiyaan” under the “Clean Junagadh Campaign”