ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રીની ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 326 કેસ સામે આવ્યા છે. સાથે જ સમગ્ર ભારતમાં પણ કોરોના વાઇરસ અતિવેગથી વધી રહ્યો છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 1લી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 35,365 (નવા 1,755 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 25,148 (નવા 986 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 9,065 (વધુ 692 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,152 (વધુ 77 દર્દીઓનું મૃત્યુ થયું.)
રાજ્યમાં ફરી 24 કલાકમાં કોરોનાના નવા 326 કેસનો ઉમેરો થયો છે તો સાથે જ 123 જેટલા લોકોએ આજે કોરોનાને મ્હાત આપી છે. હાલ ગુજરાત સમગ્ર ભારતમાં બીજા નંબરનું હોટસ્પોટ છે. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 1લી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4721 (નવા 326 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 3,749 (જેમાં 36 લોકો હાલ વેન્ટિલેટર પર છે.)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 736 (વધુ 123 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 236 (વધુ 22 લોકોના મૃત્યુ થયા)
આજના દિવસની સારી વાત એ છે કે આજે વધુ 123 લોકોએ કોરોનાને હરાવીને પોતાના ઘર ભણી પ્રયાણ કર્યું. જેમ જેમ નવા કેસ સામે આવી રહ્યા છે તેમ તેમ રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જે ખરેખર રાહતપૂર્ણ સમાચાર છે.
હવે વાત કરીએ આપડા જૂનાગઢ જિલ્લાની કે જ્યાં આજ સુધી કોરોના વાઇરસનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. છેલ્લા થોડાક સમયથી લેવામાં આવી રહેલા બધા ટેસ્ટિંગ પણ નેગેટિવ નીવડ્યા છે. અત્યાર સુધીમાં જૂનાગઢમાં એક પણ કોરોના સંક્રમિત દર્દી જોવા નથી મળ્યો જે જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર છે.
Also Read : આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું ગૌરવ: ભારતીબેન સોલંકી