આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું ગૌરવ: ભારતીબેન સોલંકી

ભારતીબેન સોલંકી : “મન હોય તો માળવે જવાય ” ઉકતીને સાર્થક કરતાં ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાના નાના એવાં ગામના વતની રાણાભાઈ અને મલી બેન સોલંકીના પુત્રી ભારતીબેને તાજેતરમાંજ મલેશિયાનાં કુઆલાલમ્પુર ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશીપ-2018 માં દુબઈ, થાઇલેન્ડ, મલેશિયા જેવા ૧૬ દેશો નાં સ્પર્ધકો વચ્ચે પ્રથમ ક્રમાંકે ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનું ટાઈટલ મેળવ્યું.

જુનાગઢની એન. બી. કાંબલીયા સ્કુલમાં ધો. 12 અને એજ કેમ્પસમાં ગ્રેજ્યુએશન કરનાર ભારતીબેન હાલ અમદાવાદની યોગ યુનિવર્સિટીમાં એમએનો અભ્યાસ કરે છે.તેઓ અગાઉ ચીનનાં શાંઘાઇ શહેરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં પણ 8 દેશો વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તો ઓસ્ટ્રેલિયામાં યોગની સ્પર્ધામાં મીસ વર્લ્ડનું ટાઇટલ પણ જીત્યું હતું.દરેક કક્ષાએ ઈનામો જીતવા સાથે તેની પાસે એકલા આંતર્રાષ્ટ્રીય કક્ષાનાંજ 14 ગોલ્ડ, 11 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે.

તેની આ ઉપલબ્ઘી બદલ આવતીકાલે લાટી ગામનાં યુવાનો અને આહીર સમાજ દ્વારા ભારતીબેનનું ભવ્ય સન્માન પણ કરવામાં આવનાર છે.

Source Divya Bhaskar

Also Read : રાજ્યમાં 24 કલાકમાં 123 લોકોએ આપી કોરોનાને મ્હાત! તા.1લી મે 8:30PM સુધીની દેશમાં કોરોનાની સ્થિતિ જાણીએ