જૂનાગઢ : ભાવનગર મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ ભાવનગર મંડળનાં 62 રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો માટે જુદી-જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જે અંતર્ગત, – વેરાવળ, પોરબંદર, સોનગઢ, માળિયા હાટીના રેલવે સ્ટેશન પર અલગ ટીકીટ બારી ખોલવામાં આવશે.
– ભાવનગર ટર્મિનસ, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને ગોંડલમાં સ્નાન ક્ષેત્ર
– સોનગઢ, ધોલા, માળિયામાં ટોઇલેટ અને પીવાનાં પાણીની સુવિધા
– પોરબંદર રેલવે સ્ટેશન ખાતે લિફટની વ્યવસ્થા
– ભાવનગર ટર્મિનસ, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર,બોટાદ, ગોંડલ, માળિયા, ધોલા સહિતનાં ઇ અને એફ ગ્રેડનાં રેલવે સ્ટેશનમાં દિવ્યાંગોને છોડવા અને સ્ટેશન સુધી પહોંચવા માટે અલગક્ષેત્ર તથા પીવાનાં પાણીની વ્યવસ્થા
– 26 રેલવે સ્ટેશન પર બુકિંગ ઓફિસ સુધી તથા 25 રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે રૈંપ બનાવવામાં આવશે.
Also Read : ઓનલાઈન શોપિંગ કરતી વખતે આ બાબતોનું જરૂરથી ધ્યાન રાખો