ઓનલાઈન શોપિંગ કરતી વખતે આ બાબતોનું જરૂરથી ધ્યાન રાખો

ઓનલાઈન શોપિંગ : હાલના હાઈટેક યુગમાં ભારતમાં E-commerce નો વેપાર ઘણો જ મોટા-પાયે વિકસ્યો છે. લોકોમાં online ખરીદીની માત્રા દિન-પ્રતિદિન વધતી જતી જોવા મળે છે. દિવાળી પર બજારમાં ઓછી ભીડ જોવા મળે છે. લોકો ઘરે બેઠા જ ઓનલાઇન શોપિંગ કરી લે છે. છતાં ક્યારેક એવું બને છે કે, ઓનલાઇન શોપિંગમાં અમુક સમસ્યાઓ આવે છે. તો આજે તમને જણાવીશું એવી ટિપ્સ કે જેના દ્વારા ઓનલાઇન શોપિંગમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય છે.

કેશ ઓન ડિલિવરી : 

કેશ ઓન ડિલિવરી દ્વારા પૈસા ચૂકવવા એ કશું નુકસાનકારક નથી. ચુકવણી માટે આ ઓપશન એવા સમયે પસંદ કરવો હિતાવહ છે જયારે કોઈ પ્રકારના સેલ ચાલી રહ્યા હોય. આ પ્રકારના સેલમાં ઘણીબધી જુદી-જુદી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ હોય છે, પણ એ બધી પ્રોડક્ટ્સ ખુબજ લિમિટેડ સ્ટોકમાં હોય છે. એમાંની કેટલીક તો ફક્ત 10-15 મિનિટમાં જ વેચાય જાય છે.

જો આપણે ઓનલાઇન રકમ ચૂકવી હોય તો જે તે સાઈટવાળાએ આપણને પસંદગીની પ્રોડક્ટ પહોંચાડવી જ પડે છે અને જો તે ઉપલબ્ધ ના હોય તો રિફંડ આપવું અનિવાર્ય બની જાય છે. ગ્રાહકને તેની વસ્તુ પહોંચાડવી તે સાઈટની જવાબદારી બને છે. અહીં જો ઓર્ડર આપતી વખતે COD(કેશ ઓન ડિલિવરી)નો ઓપશન પસંદ કરાયો હોય તો, તેની ડિલિવરી થતા વાર લાગે છે કેમકે, હજુ પૈસાની ચુકવણી નથી થઇ. ક્યારેક ઓર્ડર કેન્સલ થવાની શક્યતા પણ રહે છે.

Appsનો ઉપયોગ કરો:

અહીં Buyhatke નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. તેમાં ગ્રાફિકલ ફોર્મ દ્વારા કોઈપણ પ્રોડક્ટની વિવિધ કિંમતો આપેલી હોય છે. એક જ પ્રોડક્ટની વિવિધ સાઈટ પરની કિંમતની તુલના કરવી શક્ય છે. જો આપ લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા ઓર્ડર આપી રહ્યા હોવ તો Google Chrome પર Buyhatkeaddon સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

ઓફરનો લાભ:

ઓનલાઇન શોપિંગ વેબસાઈટ પર અનેક ઓફર્સ આવતી રહે છે. જેમાં રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે કપડાં, મેક-અપ સામગ્રી, પરફ્યુમ, પગરખાં વગેરે જેવી વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ જોવા મળે છે. આથી ઘણી ઓછી કિંમતે ખરીદી થઇ શકે છે.

Retailer Review જોવો:

આપણે સૌ દરેક પ્રોડક્ટના રેટિંગ ચેક કરતા હોઈએ છીએ, પરંતુ આપણે Ratings of the retailer ના રીવ્યુ પણ જોવા જોઈએ. જે રિટેઈલર્સ Amazon, Flipkart or Snapdeal પર વેચાણ કરે છે તેમને પણ રેટિંગ આપવામાં આવે છે. વસ્તુનાં ભાવમાં પણ એના લીધે વિવિધતા જોવા મળે છે. જો રેટિંગ સારું ન હોય તો તેમના દ્વારા વેચાતી વસ્તુઓની ખરીદી કરવાનું ટાળો.

Unboxing વખતે રેકોર્ડ કરો:

આ એક ખુબજ અગત્યનું પાસું છે. “Ordered an iPhone and received a soap!” આવું આપણને ઘણી વખત સાંભળવા મળે છે. જો વસ્તુનાં પેકીંગ માં કઈ ખામી હોય તો કંપની તેની કોઈ પણ જવાબદારી લેતી નથી. માટે, વસ્તુનું પેકીંગ ખોલતી વખતે તેને રેકોર્ડ કરવું હિતાવહ છે. જેથી વસ્તુમાં કઈ પણ ક્ષતિ જણાય તો વિડીયો રેકોર્ડિંગની સાબિતી સાથે રિફંડ અથવા રિપ્લેસમેન્ટ માંગી શકાય છે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો માટે જુદી-જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે