જૂનાગઢ મ્યુઝિયમ, સરદારબાગ ખાતે મ્યુઝિયમ વીક સેલિબ્રેટ કરવા માં આવ્યું હતું. મ્યુઝિયમ વીક તારીખ ૧૮થી ૨૫ જાન્યુઆરી સુધી ઉજવાયો હતો. આના અંતર્ગત નવાબી દાયકાના ફોટા અને નજીક ની જગ્યાઓ ના ફોટા પ્રદર્શિત કરવા માં આવ્યા હતા. બાળકો દ્વારા જ મ્યુઝિયમ વીક નું ઉદ્ઘાટન કરવા માં આવ્યું હતું. આ વીકના સેલિબ્રશન દ્વારા બાળકો ને આપણી અમૂલ્ય ધરોહર ની ઊંડી જાણકારી મળી હતી. આપણી ધરોહર ની જાણકારી આવનાર પેઢી ને આપવી જરૂરી છે જેથી આપણે આપણી ધરોહર ને ટકાવી શકીયે.તમે પણ આ અમૂલ્ય ધરોહર ને નિહાળી શકો છો. તમારા બાળકો સાથે આ મ્યુઝિયમ ની જરૂર મુલાકાત લેજો.
આજે જ મુલાકાત લો: જૂનાગઢ મ્યુઝિયમ, તાજ મંઝિલ બિલ્ડીંગ, સરદારબાગ, જૂનાગઢ.
સમય: સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૪૫ સુધી
અને બપોરે ૧:૪૫ થી સાંજે ૫:૩૦ સુધી
Also Read : ગુજરાત માં તા.4 થી મે, 8:30 PM સુધીમાં નવા 376 કેસ ઉમેરાયા! આવો દેશના કોરોના ના આંકડાઓ પર નજર કરીએ…