ગૌશાળા : જુનાગઢના પાંજરાપોળ સંચાલિત ઝાંઝરડા ગામની ગૌશાળાની પોલ સામે આવી છે. આ પાંજરાપોળ હેઠળ 500થી વધુ ગાયો આજે અત્યંત દયનીય હાલતમાં જોવા મળે છે. અહીંયા 300 વીઘા જેટલી જમીન હોવા છતા છતા છેલ્લા બે મહિનાથી ગાયો માટે બહારથી ઘાસચારો મંગાવવાની ફરજ પડે છે. હાલો જાણીયે વિસ્તારમાં આ પાંજરાપોળ સંચાલિત ગૌશાળાની હકીકત.
આ ગૌશાળામાં સંચાલકોની બેદરકારીને લીધે ગાયો લાચાર, બીમાર અને ભૂખી બની ગઈ છે. 300 વીઘા જેટલી જમીન હોવા છતા આ જમીન પર ઘાસચારો ઉગાડવામાં આવતો નથી , ઉલટાનું એ જમીન પર કપાસ અને અન્ય ધાન્યો ઉગાડીને સંચાલકો પૈસા કમાવવામાં આવે છે.
જેના લીધે ગાયોને ઘાસ મળતું નથી. આ ગાયોને જોયા પછી આપને કંપારી છૂટી જશે. દર મહિને 2 થી 3 ગાયો અહીંયા મૃત્યુ પામે છે. આ રહી એ ગાયોની દયનીય સ્થિતિની તસવીરો….
જો આ પાંજરાપોળ સંચાલિત ગૌશાળા ધારે તો 5000 જેટલી ગાયોનું ભરણપોષણ કરી શકે એટલી ક્ષમતા ધરાવે છે. અને આખા જૂનાગઢની ગાયોને લઈને થતી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
પાંજરાપોળ સંચાલિત જુનાગઢની આ ઝાંઝરડા ગામ સિવાયની બીજી ગૌશાળાઓ માઈડા ગામ, મેન્દપરા ગામ અને લીમધ્રા ગામમા આવેલી છે જેમાંથી મેંદપરા ગામની ગૌશાળા બંધ હાલતમા જોવા મળી છે. જ્યા પણ 50 વીઘા જમીન છે.
સામાન્ય રીતે પાંજરાપોળનું કામ ઘરડા, બીમાર ઢોરોને સાચવવા તથા કતલખાના માંથી લાવેલા ઢોરોને સાચવી લેવાનું હોય છે પરંતુ આ પ્રકારનું કામ પણ અહીંયા થતું ન હોવાનું સામે આવ્યું છે.
આ ગૌશાળામાં ચાર વર્ષ પહેલા પણ 500 જેટલી ગાયો હતી અને આજે ચાર વર્ષ પછી આ સંખ્યા પણ એટલી જ જોવા મળે છે ગૌવંશમા થતો વધારો સામે આવ્યો નથી જેનું કારણ છે દયનીય સ્થિતિમા જોવા મળતી ગાયોનું મરણ. દર મહિને 2-3 ગાયોનું મરણ થતું હોવાનું સામે આવ્યું છે.
Also Read : ગીર માં ખેડૂતો માટે સોલાર પંપ સિંચાઇ વ્યવસ્થા બની આશીર્વાદરૂપ