ગુજરાત બોર્ડે રાજ્ય ની શાળાઓ માટે નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરાયુ છે.
નવરાત્રિ વેકેશનના કારણે દિવાળી વેકેશન ટૂંકાવવામાં આવ્યું છે. વધુમાં હવેથી 21 નવેમ્બર ઇદેમિલાદ અને 23 નવેમ્બર ગુરુનાનક જયંતીની રજા આપવામાં આવશે. બોર્ડની પરીક્ષાઓનો 7 માર્ચથી પ્રારંભ થશે. જ્યારે એ સિવાયના ધોરણોની પરીક્ષાનો 8 એપ્રિલથી પ્રારંભ થશે.
આ ફેરફારોથી વાર્ષિક કેલેન્ડરમાં માત્ર 3 જ દિવસનો શૈક્ષણિક કાપ જણાય છે.
Also Read : સોરઠની સાહ્યબી સમો ચેલૈયો: આજની યુવા પેઢીને શીખ આપતું એક અમર પાત્ર