અભયમ મહિલા : રાજ્ય આયોજનપંચનાં ઉપાધ્યક્ષશ્રી નરહરીભાઇ અમીનનાં અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિ. સરદાર પટેલ સભાગૃહ ખાતે તા. 23/08/2018 નાં રોજ અભયમ મહિલા સંમેલન યોજાયુ હતુ. જે અંતર્ગત મહિલા સહાયત કેન્દ્રો, નારી અદાલતો વગેરે દ્વારા થયેલ કાર્યવાહી અંગે માર્ગદર્શન ઉપરાંત ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મેયરશ્રી આદ્યશક્તિબેન મજમુદાર, કેશોદનાં ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં વિવિધ મહિલા લક્ષી સંસ્થાઓમાં સારી કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યુ તથા મહાનગર પાલીકા તરફથી આશાવર્કરને યુનિફોર્મ સાડી વિતરણ કરવામાં આવ્યુ હતુ.
Also Read : સ્કૂલ બસ-વાહનો માટે ઘડવામાં આવ્યાં સુરક્ષિત નિયમો, ફરજિયાતપણે કરવું પડશે તેનું પાલન…