સક્કરબાગ : જુનાગઢની શાન

સક્કરબાગ

સક્કરબાગ : ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાંના એક એવાં સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ. ૧૮૬૩ માં થઇ હતી. તૃણભક્ષી, રાની, સરીસૃપ વગેરે મોટા ભાગના પ્રાણીઓ ધરાવતાં અને આશરે ૧૯૮ હેક્ટરમાં ફેલાયેલાં સક્કરબાગ સંગ્રહાયલનું નામ એક મીઠા પાણી (સક્કર) ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે.

સક્કરબાગ

આ પ્રાણી સંગ્રહાલયનું એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે. ઉપરાંત એશિયાઇ ચિત્તો પણ ઝુમાં રાખવામાં આવ્યા છે. અહીં એનિમલ એક્ષ્ચેન્જ પોગ્રામ હેઠળ બીજા પ્રાણી સંગ્રહાલયો સાથે પ્રાણીઓનું આદાન-પ્રદાન પણ કરવામાં આવે છે. જે અંતર્ગત 5 વર્ષમાં પ્રાણીઓનું 11 રાજ્ય અને 2 દેશોમાં આદાન -પ્રદાન કરવામાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ સિંહોની સંખ્યા છે છેલ્લા પાંચ વર્ષના સમય ગાળામાં 31 જેટલા સિંહને 17 જેટલા જુદા-જુદા ઝુને આપ્યા છે. જે જૂનાગઢ માટે ગર્વની વાત છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બારાશીંગા, હોગ ડીઅર, બ્લુ એન્ડ યેલો મકાઉ, ગોલ્ડન ફિજન્ટ, ગોરલ હરણ, બ્લેક જેકોબીન પીજીયન, રેડ જંગલ ફાઉલ, સારસ, શાહમૃગ, વરૂ, શાહૂડી વગેરે જેવાં પક્ષી-પ્રાણીઓ પ્રાગ ઝુ (પ્રાગ એ વિદેશમાં આવેલ ઝુ છે.),લંડન ઝુ, લખનૌ ઝુ, છટબીર ઝુ પંજાબ, સીલ્વાસા લાયન સફારી પાર્ક દાદરા નગર હવેલી, ઉદયપુર ઝુ રાજસ્થાન, હૈદરાબાદ ઝુ,મીની ઝુ પીપલી હરીયાણા, ઈટાવા લાયન સફારી પાર્ક, પીલીકુલા ઝુ મેંગ્લોર,જયપુર ઝુ રાજસ્થાન, માચિયા બાયોલોજી પાર્ક જોધપુર ઝુ રાજસ્થાન, મૈસુર ઝુ, પુના ઝુ મહારાષ્ટ્ર, નંદનકાનન ઝુ ભુવનેશ્વર બિહાર, ઈન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગર જેવા રાજ્યો અને દેશોમાંથી લાવવામાં આવ્યા છે.

સક્કરબાગ

Also Read : હવે સૌરાષ્ટ્રવાસીઓ પણ માણશે ક્રૂઝની મજા! દીવથી મુંબઈ વચ્ચે થશે યાદગાર દરિયાઈ સફર