હવે સૌરાષ્ટ્રવાસીઓ પણ માણશે ક્રૂઝની મજા! દીવથી મુંબઈ વચ્ચે થશે યાદગાર દરિયાઈ સફર   

હવે ક્રૂઝની મજા માણવા વિદેશમાં જવાની જરૂર નહીં પડે, કેમકે મુંબઇથી દિવ વચ્ચેની ક્રૂઝનો આરંભ થઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઇ પ્રવાસનને ઉત્તેજન આપવા માટે ક્રૂઝનો આરંભ કરાવવામાં આવ્યો છે. ક્રૂઝમાં એક ફાઇવ સ્ટાર હોટલમાં હોય, તેવી તમામ સુવિધા સાથે પ્રવાસીઓને મુંબઇથી દિવ વચ્ચે દરિયાઇ સફર ઉપરાંત દિવ એક દિવસ રોકાઇને દિવનો આનંદ માણી શકે તેવી રીતે ક્રૂઝની ટ્રીપ ગોઠવવામાં આવી છે.મુંબઇથી તા.13મી નવેમ્બરે  રાત્રે 8.30 વાગ્યે 372 પ્રવાસીઓ સાથે નીકળેલી ક્રુઝ દિવ તા.14મી નવેમ્બરને ગુરુવારે સવારે 9.30 વાગ્યે આવી પહોંચ્યું છે. કેન્દ્રિય મંત્રી ક્રૂઝને લીલીઝંડી આપતા જણાવ્યું હતું કે, દરિયાઇ કિનારે, દરિયાઇ માર્ગે રોજગારીની વ્યાપક તક છે.આ સાથે પ્રાદેશિક કનેક્ટિવિટી પણ વધશે અને પ્રાદેશિક ક્ષેત્રોનો વિકાસ પણ થશે. ક્રૂઝની સુવિધા વિશે જણાવતા જલેસ ક્રૂઝના નોડલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે, એક ફાઇવ સ્ટાર હોટલમાં જે સુવિધા હોય છે તે તમામ પ્રકારની સુવિધા ક્રૂઝમાં હશે. સ્વીમીંગ પુલ, જીમ, ઓડિટોરીયમ, લાયબ્રેરી, વાયફાય, સ્પા, કેસીનો સહિતની સુવિધા ક્રૂઝમાં રાખવામાં આવી છે.ઉપરાંત જમવા માટે વિશ્વની તમામ પ્રકારની વાનગી મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે. ક્રૂઝમાં 2500 વ્યકિતને લઇ જવાની ક્ષમતા છે, આ પૈકી 1800 પેસેન્જર અને બાકીનો 700 વ્યકિતનો સ્ટાફ હોય છે.“કર્ણિકા” નામની આ લક્ઝરી ક્રુઝને કેન્દ્રીય મંત્રી દ્વારા મળેલ ટાર્ગેટ મુજબ મે-2020 સુધી દીવની 17 મુસાફરી કાપવામાં આવશે. સમય જતા સફરમાં બીજા સ્થળો પણ ઉમેરવામાં આવશે. 

આ 7 મુસાફરીની તારીખો નીચે મુજબ છે…

14-11-19 / 21-11-19 / 28-11-19 / 12-12-19 / 19-12-19 / 09-01-20 / 16-01-20 / 30-01-20 / 06-02-20 / 13-02-20 / 27-02-20 / 19-03-20 / 02-04-20 / 16-04-20 / 30-04-20 / 14-05-20 / 28-05-20આ ટુર 2 રાત્રી અને 3 દિવસની છે, જેમાં મુંબઈથી દીવ થઇને ક્રુઝ મુંબઈ પાછી આવશે. વ્યક્તિદીઠ ભાવ રૂપિયા 13000 થી 16000ની વચ્ચે છે. નોંધનીય છે કે ઉનાળામાં વેકેશન સીઝન હોવાથી ભાવ વધુ છે.  નોંધનીય છે કે, મહારાષ્ટ્રના ગણપતિફૂલેના જાયગડ પોર્ટથી ઓક્ટોબર 2019માં આ ક્રુઝ શરુ કરવામાં આવી હતી, જેમાં હવે દીવને ઉમેરવામાં આવ્યું છે. ‘કર્ણિકા’ નામની આ લક્ઝરીયસ ક્રૂઝમાં 40 જેટલી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાય છે, જેની મજા તમે રૂમમાં બેસીને, રેસ્ટોરન્ટમાં અથવા ડેક પર બેસીને માણી શકો છે.  કર્ણિકા એક પ્રીમિયમ લકઝરી ક્રુઝ શિપ છે. તેની જાહોજલાલી ભરી સફર ફક્ત ભારતીય પ્રવાસીઓ જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષશે.

વધુ વિગતો જાણવા આ વેબસાઇટની મુલાકાત કરો: https://jaleshcruises.com/

#TeamAapduJunagadh