રસ્તાઓ પર આપણું વાહન ધીમે ચલાવી દુર્ઘટના ટાળીએ.

જૂનાગઢમાં ઘણા બધા રસ્તાઓ ઢોળાવવાળા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીમી ધારે વરસાદના ઝાપટાઓ આવ્યા કરે છે ત્યારે એ રસ્તાઓ ભીના જોવા મળે છે તથા છેલ્લા ત્રણ દિવસમા 10થી વધારે વાહનો સ્લીપ થઈ જવાની ઘટના નોંધાઇ છે. એ પછી રહીશોને સાવધાન રહેવા માટે બોર્ડ લગાવવાની ફરજ પડી છે. આપણે પણ આ પ્રકારના રસ્તાઓ પર આપણું વાહન ધીમે ચલાવી દુર્ઘટના ટાળીએ.