મહાશિવરાત્રી પર્વે નીકળતી રવાડીમાં થશે આ પ્રકારના ફેરફારો

મહાશિવરાત્રી

મહાશિવરાત્રી : જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને મિનીકુંભનો દરજ્જો તો મળી ગયો,પરંતુતેના ભાગરૂપે આ વખતે મેળામાં ઘણા ફેરફારો પણ જોવા મળશે. પ્રથમ વખત યોજાતા મિનીકુંભ મેળાને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે.આ ઉપરાંત આ વખતે મહાશિવરાત્રિની રાત્રિએ નિકળની નાગા સાધુઓની રવાડીનો રૂટ પણ લંબાશે તેવું જાણવા મળી રહ્યું છે. mahashivratri mela ravedi

mahashivratri mela ravedi

સુત્રોનાં જણાવ્યા મુજબ, મહાશિવરાત્રિઉપર નિકળતી રવાડી જૂના અખાડાથી શરૂ થતી હોય છે. તેમાં પાછળથી આવાહ્ન અખાડા અને અગ્નિ અખાડા જોડાય છે. આ રવાડી જૂનાગઢ અખાડાથી મંગલનાથની જગ્યા, દત્ત ચોક, રૂપાયતન ગેટ સુધી જાય છે, ત્યાંથી પરત આવી સીધી ભવનાથ મંદિરમાં પ્રવેશી મૃગી કુંડમાં સ્નાન કરે છે.

પરંતુ આ વખતે અન્ય 10 અખાડા પણ મિનીકુંભમાં સામેલ થવા આવી પહોંચશે. સાથોસાથ તેમના મહામંડલેશ્વરો અને વરિષ્ઠ સંતોની પણ ઉપસ્થિતી રહેશેતેઓ પોતપોતાના ઇષ્ટદેવની પાલખી સાથે રવાડીમાં જોડાતાં રવાડીની લંબાઇ વધશે.

મહાશિવરાત્રી

આ ઉપરાંત તેઓનો ઉતારો જ્યાં હશે, ત્યાંથી મુખ્ય રવાડી સુધી આવવાનો રૂટ પણ સામેલ થશે. બીજી તરફ આ રૂટને હવે રૂપાયતન ગેટથી પણ આગળ લઇ જઇ રૂટ લંબાવવામાં આવે એવી શક્યતાઓ સેવાઇ રહી છે. જોકે, તે ક્યાં સુધી લંબાવાશે એ હજુ નક્કી નથી. દર વખતે સંતોની સંખ્યા જે હોય છે એ આ વખતે બમણો થવાનો અંદાજ લગાવાયો છે.તેને લીધે મૃગીકુંડમાં સ્નાનનો સમય પણ વધી જશે.

#TeamAapduJunagadh

Also Read :