માધવપુર – ઘેડના પૌરાણિક મંદિર ખાતે ભારત સરકારે પહેલીવાર મોટા પાયે મેળાનું આયોજન કર્યું છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નસ્થાન તરીકે જેની લોકવાયકા છે તેવા સૌરાષ્ટ્રના કુતિયાણા પાસે માધવપુર-ઘેડના પૌરાણિક મંદિર ખાતે ભારત સરકારે પહેલીવાર મોટા પાયે મેળાનું આયોજન કર્યું છે.

(રામનવમી) ૨૫ માર્ચથી ૨૯ માર્ચ સુધી યોજાનાર આ મેળામાં મુખ્ય આકર્ષણ તરીકે ભારતભરના વિવિધ રાજ્યોના કળા-સાંસ્કૃતિક જૂથોને ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરવા માટે બોલવવામાં આવશે.આ મેળાનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા થશે જેના સંદર્ભમાં પૌરાણિક મંદિરની મરમ્મત (નવીનીકરણ ) તેમજ રસ્તા અને સેનિટેશનના કામો શરૂ થશે.મેળાના ખર્ચ વિશે જાણકારી મુજબ મોટા ભાગનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે, સાથેજ રાજ્યના ટૂરિઝમ વિભાગનો પણ તેમાં હિસ્સો રહેશે.

Also Read : જૂનાગઢ કોરોના અપડેટ: તા.22મી મે બપોરે 12 વાગ્યા સુધીમાં ફરી નોંધાયા આટલા નવા કેસ…