Junagadh News : જૂનાગઢમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ તે હેતુથી પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું; કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી!

Junagadh News : જૂનાગઢમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ તે હેતુથી પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું; કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી!
  • કાયદા-વ્યવસ્થાનું ભાન કરાવવા જૂનાગઢ પોલીસ દ્વારા ગત રવિવારની સાંજે શહેરના મુખ્ય માર્ગો પર આવેલી પાનની દુકાનો, ચાની દુકાનો સહિતની જગ્યાઓ પર ખાસ ડ્રાઈવ યોજવામાં આવી.
  • આવી જગ્યાઓએ બેસતા અસામાજિક તત્વોને બંધ કરવા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
  • આ ઉપરાંત ગેરકાયદેસર રીતે ઈ-સીગારેટ, વિદેશી સીગારેટ, ચીલમ/હુક્કાનું વેંચાણ કરતા વેપારી સામે તમાકુ નિયંત્રણ અધિનિયમની જોગવાઇ તેમજ કાયદા મુજબની અલગ-અલગ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
  • આ ડ્રાઈવ દરમિયાન આરટીઓ માન્ય નંબરપ્લેટ વિનાના વાહનો, નંબરપ્લેટમાં છેડછાડ કે નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળા વાહનો, નશાની હાલતમાં મળી આવેલ ઇસમો, નશાની હાલતમાં ડ્રાઇવીંગ કરનાર ઇસમો, છરી-ચપ્પા વગેરે હથિયાર સાથે મળી આવનાર ઇસમો, ટ્રાફિકને અવરોધ રૂપ પાર્કીંગ કરેલ વાહન અથવા પુર ઝડપે વાહન હંકારનાર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
  • અસામાજીક તત્વોની બેઠકવાળી જગ્યાઓનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને બ્રેથ એનેલાઇઝીંગ કરવામાં આવ્યું હતું, આ તકે પોકેટ કોપ મોબાઇલ અને બોડીવોર્ન કેમેરા સાથે કાર્યવાહી કરાઇ હતી.