મહાશિવરાત્રી મેળાના પાવન પર્વે મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા ગઈ કાલ ના રોજ દતચોક પ્રવાસી માહિતી કેન્દ્ર નું ઉદઘાટન

મહાશિવરાત્રી મેળાના પાવન પર્વે મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા ગઈ કાલ ના રોજ દતચોક પ્રવાસી માહિતી કેન્દ્ર નું ઉદઘાટન માન. મેયરશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર, શાસક પક્ષના નેતા પુનિતભાઈ શર્મા, મહિલા ઉપાધ્યક્ષશ્રી જ્યોતિબેન વાછાણી, પૂર્વ મેયરશ્રી જીતુભાઈ હિરપરા, ડે. કમિશનરશ્રી એમ.કે. નંદાણીયા,કોર્પોરેટરશ્રી મોહનભાઇ પરમાર,યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી યોગીભાઈ પઢીયાર તથા અન્ય અધિકારીઓ અને ભવનાથના સંતશ્રી ભારતીબાપુ,શ્રી સેલજાદેવી તથા અન્ય સાધુ- સંતોની ઉપસ્થિતિમાં થયુ.

મહાશિવરાત્રી
આ પર્વે Junagadh Municipal Corporation (મહાનગરપાલિકા જૂનાગઢ )દ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની જેમ બે માહિતી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે.
(૧) દતચોક ભવનાથ
(૨) ભરડાવાવ
આ માહિતી કેન્દ્રનો હેતુ વિખૂટા પડેલ લોકોને સહાયરૂપ થવા,જૂનાગઢ શહેરની વિગત પ્રવાસીઓને મળે તથા ભવનાથ વિસ્તાર અને તમામ ઉતારાઓની વિવિધ ફરિયાદ લઈ નિરાકરણ કરવાનો છે.મહાનગરપાલિકાની આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા જાહેર જનતા અને યાત્રાળુઓને નિવેદન.
યાત્રિકો માટે હેલ્પલાઇન નં:
૦૨૮૫-૨૬૨૨૦૧૧
૦૨૮૫-૨૬૨૨૧૪૦

મહાશિવરાત્રી
#AJNews #AapduJunagadh

Also Read : જૂનાગઢ કોરોના વાઇરસ અપડેટ: વધુ 2 દર્દી સાથે તા.21મી મે 11.00 AM સુધી કુલ આંક થયો આટલો.