જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યાત્રાળુઓ માટે બે માહિતી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે.

મહાશિવરાત્રી ભવ્ય મેળાનો પ્રારંભ તા.૦૯/૦૨/૨૦૧૮ શુક્રવારે થનાર છે. આ દિવ્ય પર્વે Junagadh Municipal Corporation (જૂનાગઢ મહાનગરપાલિકા ) દ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની જેમ બે માહિતી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે.
(૧) દતચોક ભવનાથ
(૨) ભરડાવાવ
આ માહિતી કેન્દ્ર વિખૂટા પડેલ લોકોને સહાયરૂપ થવા તેમજ જૂનાગઢ શહેરની વિગત પ્રવાસીઓને મળે તે હેતુથી ૨૪ કલાક કાર્યરત છે. દતચોક માહિતી કેન્દ્ર દ્વારા ભવનાથ વિસ્તાર તથા તમામ ઉતારાઓની વીજળી,પાણી,આરોગ્ય,સફાઈ વગેરેની ફરિયાદ લઈ નિરાકરણ કરવામાં આવશે.મહાનગરપાલિકાની આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા જાહેર જનતા અને યાત્રાળુઓને નિવેદન.
યાત્રિકો માટે હેલ્પલાઇન નં:
૦૨૮૫-૨૬૨૨૦૧૧
૦૨૮૫-૨૬૨૨૧૪૦
જરૂરી વિગતો માટે ઝોનલ ઑફિસના નં:
૦૨૮૫-૨૬૨૧૪૩૫
૦૨૮૫-૨૬૫૫૨૨૦

Also Read : ગુજરાત કોરોના અપડેટ : તા.22મી મેના રોજ નવા નોંધાયેલા કેસ સામે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધુ!