જૂનાગઢ ની જનતા માટે ખુશબર

junagadh
junagadh

જૂનાગઢ : હવે થી નરસિંહ તળાવ માં સવારે ૯ થી રાત્રીના ૧૧ વાગા સુધી બોટિંગ ની મજા માણી શકાશે. બોટિંગ ની સેવા ટૂંક સમય માં જ શુરૂ થનાર છે. આ બોટિંગ સેવા ચાલુ કરવાનું શ્રેય જૂનાગઢ મહાનગર પાલિકા ને જાય છે. આ બોટિંગ સેવા માટે તમામ અત્યાધુનિક બોટ લાવવા માં આવશે. પ્રાથમિક તબક્કે ૮ બોટ લાવવા માં આવશે, બોટ નું ભાડું વહીવટ તંત્ર જ નક્કી કરશે પરંતુ હાલ ના તબક્કે ૧૦ થી લઇ ને ૩૦ રૂપિયા સુધીનું ભાડું હોવાનું માનવા માં આવી રહ્યું છે. નરસિંહ મહેતાના તળાવે બોટિંગ માટે આવનાર લોકો ને નાસ્તા અને ઠંડા પીણાં મળી રહે તેના માટે નાસ્તા ના સ્ટોલ પણ હશે. વિવિધ પ્રકાર ની બોટ જેમ કે વોટર સ્કૂટર, સીકારા જે કાશમીર અને દાર્જિલિંગમાં સ્પેશ્યલ હનીમૂન કપલ માટે બોટ હોઈ તેવી બોટ હશે. સાથે સાથે ૩૦ ફીટ લાંબી જેટી બનાવવા માં આવશે જેના થી નરસિંહ તળાવ ના કાંઠે થી પાણી માં રહેલી બોટ સુધી જઈ શકાશે.
આ ખરેખર જૂનાગઢ માટે ખુબ જ સારા અને ખુશ કરી દે એવા સમાચાર છે. તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Also Read : જિલ્લામાં 2 કોરોના દર્દીના મૃત્યુ સાથે પોઝીટીવ કેસનો આંક થયો આટલો, સાથે જ ગુજરાત અને ભારતના આંકડા જાણીએ.