જિલ્લામાં 2 કોરોના દર્દીના મૃત્યુ સાથે પોઝીટીવ કેસનો આંક થયો આટલો, સાથે જ ગુજરાત અને ભારતના આંકડા જાણીએ.

ભારતમાં કોરોના ના આકડાઓમાં નોંધાયેલો વધારો હજી અવિરત ચાલુ જ છે, ત્યારે સતત બીજા દિવસે પણ દેશમાં કોરોનાના નવા 34 હજારથી વધુ કેસ નોંધાયા છે. અહીં નોંધનીય બાબત એ છે કે, Unlock1.0 બાદ નવા નોંધાતા કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. આ સાથે જ અહીં ગુજરાત અને જૂનાગઢ જિલ્લાના કોરોનાનાં આંકડાઓ વિશે પણ ચર્ચા કરીશું.

કોરોના

સૌથી પહેલા અહીં ભારતના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ. ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના પોઝીટીવ કેસમાં 34 હજારનો વધતો થયો છે. આ સાથેના કોરોનાના અન્ય આંકડાઓ નીચે મુજબ છે.

કોરોના

ભારતના કોરોનાના આંકડા:

 • તારીખ: 18મી જુલાઈ, 2020(શનીવાર)
 • સમય: સવારે 11 વાગ્યા સુધી
 • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 10,38,716 (વધુ 34,884 નવા કેસ ઉમેરાયા)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 6,53,751 (વધુ 17,994 લોકો રિકવર થઈ ગયા)
 • કુલ મૃત્યુઆંક: 26,273 (વધુ 671 લોકોનું દુઃખદ અવસાન થયું)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 3,58,692

ભારતના કોરોનાના આંકડા બાદ હવે ગુજરાતના કોરોનાના આંકડા જાણીએ. ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ ફરી રેકોર્ડબ્રેક 949 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યા 46 હજારને પાર થઈ ચૂકી છે. આ સાથેના રાજ્યના કોરોનાના આંકડાની તમામ વિગત નીચે મુજબ છે.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

 • તારીખ: 17મી જુલાઈ 2020(શુક્રવાર)
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 46,430 (નવા 949 કેસ નોંધાયા)
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 32,993 (વધુ 870 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,106 (વધુ 17 લોકોના મૃત્યુ થયા.)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 11,351

ભારત અને ગુજરાત બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડાઓ વિશે જાણીએ. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે. તેમાંથી જૂનાગઢ શહેરના 14 કેસ છે અને બાકીના કેસ અન્ય તાલુકાઓમાંથી નોંધાયા છે. આ સાથે જ કાલના દિવસે વધુ 23 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સાથે જ વધુ 2 કોરોના દર્દીના મૃત્યુ નોંધાયા છે. જેમાં શંભુનગર, જૂનાગઢના નિવાસી 59 વર્ષીય પુરુષ અને માંગરોળના રહેવાસી 43 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 17મી જુલાઈ, 2020 (શુક્રવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 487
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 137
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 337
●મૃત્યુઆંક: 13

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 45 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લઇ રહેલા લોકોની કુલ સંખ્યા 532 ગણવામાં આવે છે.

Also Read : જૂનાગઢ ની જનતા માટે ખુશબર