જુનાગઢ જિલ્લાના કર્મચારીઓ એ જૂનાગઢ ને ગૌરવવંતુ બનાવ્યું હતું

જુનાગઢ

જુનાગઢ : 108ની સેવા જુદા- જુદા રાજ્યોમાં કાર્યરત છે ત્યારે દરેક રાજ્યોમાંથી ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓનું હૈદરાબાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત માંથી જુનાગઢ જિલ્લાના કર્મચારીઓ એ જૂનાગઢને ગૌરવવંતુ બનાવ્યું હતું. થોડા દિવસો પહેલા જ્યારે જૂનાગઢમાં ભારે વરસાદ થયો હતો ત્યારે જૂનાગઢના 108ની ટીમે 18 ગર્ભવતી મહિલાઓને પાણીમાંથી બહાર લાવી પ્રસુતિ કરાવી હતી. આ માટે જુનાગઢના 108ના બે કર્મચારીઓ 1). ડો.સોહિલ ધડુક 2). જયેન્દ્રદાસ ગોંડલીયાનું રાષ્ટ્રીય સ્તરે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્ય બદલ બંને કર્મચારીઓને અભિનંદન..

Also Read : બોલીવૂડમાં ગુંજશે ફરી લગ્નની શરણાઈ, ટૂંક સમયમાં રણબિર અને આલિયા કરશે લગ્ન….