જૂનાગઢ : જાહેર સ્થળોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવેલ

જૂનાગઢ જિલ્લામાં સાંપ્રત સમયની ઘટનાઓ તથા રાજ્ય કક્ષાની પ્રવર્તમાન બાબતોને લક્ષ્યમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી થયેલ દરખાસ્ત પર સમીક્ષા કરીને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો. સૈારભ પારધીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ 1973(1974ના બીજા અધિનીયમ)ની કલમ 144(1) અન્વયે મળેલ સત્તાની રૂએ તા.31/08/2018 સુધીનાં સમયગાળા માટે કોઇપણ જાહેર રાહદારી રસ્તા, રાજ્ય માર્ગ, શેરી, ગલી, વિગેરે જાહેર સ્થળોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

આ આદેશ,
– રોજગાર કે નોકરી હેતુ અવર જવર કરતી હોય તેવી વ્યક્તિઓને
– ફરજ ઉપર હોય તેવી ગ્રામ, ગૃહ રક્ષક દળની વ્યક્તિઓને
– લગ્ન, સ્મશાન યાત્રા, ધાર્મિક સ્થળે ધાર્મિક હેતુસર એકત્ર થયેલ લોકોને
– શાળા/કોલેજના શેક્ષણિક હેતુસરનાં કાર્યક્રમમાં ભાગ લેનાર, સરકારશ્રી દ્વારા આયોજીત કાર્યક્રમોમાં જોડાતા લોકોને તથા
– સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓને/સંસ્થાઓને લાગુ નહીં પડે.

Also Read : આવો જાણીએ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું વિશેષ મહાત્મય…