ઓરી રુબેલા વિરોધી રસીકરણ અભિયાન

ઓરી રુબેલા

સરકાર દ્વારા 15 જૂલાઇથી એક માસ માટે શરૂ થતા ઓરી રુબેલા વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોના વાલીઓને તમારા બાળકને ઓરી-રુબેલા વિરોધી રસી લેવા માટે જુનાગઢના કલેકટરશ્રી સૌરભ પારધી દ્વારા અપીલ કરવામાં આવે છે..

નોંધ – આ અભિયાન આગાઉ જો ઓરી અને રૂબેલા ની રસી અપાવી હોય તો પણ આ અભિયાન દરમ્યાન રસી અપાવવી અત્યંત જરૂરી છે.

મીઝલ્સ (ઓરી) અને રૂબેલા (નૂરબીબી) ના મુખ્યત્વે લક્ષણો અને જોખમો નીચે દર્શાવ્યા મુજબના છે. જે માત્ર રસીકરણથી જ અટકાવી શકાય છે.

(૧) ઓરી
———————
• ઓરી એ જીવલેણ બીમારી છે અને બાળકોમાં થતા મૃત્યુ પાછળના મોટા કારણોમાનું એક છે.
• ઓરી ખૂબ જ ચેપી રોગ છે અને તે ખાંસી તથા છીંક ખાવાથી ફેલાય છે
• ઓરીને કારણે આપણા બાળકોને ન્યુમોનિયા, ઝાડા અને મગજના ચેપ જેવા ખુબ જીવલેણ રોગોની અસર જલ્દી થઈ શકે છે.
• ઓરીના સામાન્ય લક્ષણો આ મુજબ છે – તીવ્ર તાવ સાથે ચામડી પર દેખાતા લાલ ચાઠા, ખાંસી, વહેતું નાક અને લાલ આંખો.

(૨) રૂબેલા
———————
• જે સ્ત્રીને ગર્ભાવસ્થા દરમ્યાન રૂબેલાનો ચેપ લાગે તો CRS (જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ) થઈ શકે છે. જે ગર્ભ અને નવજાત શિશુઓ માટે ગંભીર તેમજ જીવલેણ સાબિત થઈ શકે છે. પ્રારંભિક ગર્ભાવસ્થા દરમ્યાન રુબેલાથી ચેપગ્રસ્ત માતાથી જન્મેલા બાળકને લાંબા સમયની જન્મજાત બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે. જેનાથી આંખ (ગ્લુકોમા, મોતીયો), કાન (બહેરાશ), મસ્તક (માઈક્રોસિફેલી, માનસિક અસંતુલન) ને અસર થવાની સંભાવના રહે છે તથા હૃદયની બીમારી થવાનો ખતરો વધી જાય છે.
• રૂબેલા ગર્ભવતી સ્ત્રીમાં ગર્ભપાત, કસમયની પ્રસુતિ અને બાળક ગર્ભમાં જ મૃત્યુ પામે તેવી સંભાવના વધી જાય છે.

(૩) શા માટે અભિયાન (તાર્કિક આધાર)
———————
• જનસમુદાયની હાલની ઇમ્યુનિટી MR ફેલાઓ અટકાવવામાં અસમર્થ છે.
• દર વર્ષે MR નો રોગચાળો તથા મીઝલ્સ કવરેજ માં ગેપ છે.
• નેશનલ સર્વે મુજબ ૯૫ % મીઝલ્સનાં કેસો તથા ૮૦ % રુબેલાના કેસો ૧૫ વર્ષથી નાના બાળકોને થાય છે.
• મીઝલ્સ બાળમરણ તથા રોગચાળાનું મુખ્ય કારણ છે.
• દુનિયામાં ૧ વર્ષમાં ૧,૩૪,૨૦૦ ઓરીના કારણે મૃત્યુ જે પૈકી ૩૬ % બાળકો ૪૯,૨૦૦ ભારતનાં
• રૂટીન ઈમ્યુનાઈઝેશન એટલે કે રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામમાં મીઝલ્સ/રૂબેલાને સામેલ કરવામાં આવનાર છે.
• રૂટીન ઈમ્યુનાઈઝેશનમાં સામેલ કર્યા બાદ ૯ માસથી ૧૨ તથા ૧૬ માસથી ૨૪ માસ દરમ્યાન એમ બે MR ના ડોઝ આપવમાં આવશે.
• રસીની ૯૫ થી ૯૯ % અસરકારકતાને લીધે ૨૦૨૦ સુધીમાં ઓરી નાબુદી તથા રૂબેલા નિયંત્રણ કરવાનો ટાર્ગેટ છે.

Also Read : જૂનાગઢ માં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનો જાણવા જેવો રોચક ઇતિહાસ