History of Lili Parikrama : જૂનાગઢ માં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનો જાણવા જેવો રોચક ઇતિહાસ

History of Lili Parikrama

History of Lili Parikrama : દિવાળી પછી એટલે કે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પર્વતને ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા ને ગિરનાર ની પરિક્રમા કહેવામાં આવે છે. ચોમાસા પછી હરિયાળીથી ભરેલ ગિરનાર પર્વત ફરતે કરવામાં આવતી આ પરિક્રમાને દેશી ભાષામાં “લીલી પરકમ્મા” પણ કહેવામાં આવે છે.History of Lili Parikrama

lili parikrama junagadh
History of Lili Parikrama

આજે આપણે જાણીએ આ પરિક્રમાનો રસપ્રદ ઇતિહાસ. (History of Lili Parikrama)

એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના સમયથી પર્વતોની પરિક્રમાની શરૂઆત થઈ છે એવું કહી શકાય. ભગવાન શ્રીકૃષ્ણએ પર્વતની પૂજા અને પર્વતને ઈશ્વર સ્વરૂપ માની તેની પ્રદક્ષિણા કરવાનું કહેલું. અન્ય એક માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને શ્રાપ મુક્તિ માટે ગિરનારની પરિક્રમા કરેલી.History of Lili Parikrama

History of Lili Parikrama
History of Lili Parikrama

પુરાતન કાળમાં ગિરનારની પરિક્રમાના યાત્રિકો દેવ દિવાળી ના રોજ ભવનાથ તળેટી ખાતે રાત રોકાઈ, બીજા દિવસે જીણાબાવાની મઢી, સરકડીયા હનુમાન, સુરજકુંડ, પાટનાથ થઈ માળવેલા પહોંચી રાતવાસો કરતાં હતા. ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ હેમાજળિયા કુંડ થઇ બોરદેવી માતાજીની જગ્યામાં રાત રોકાઈ ને ચોથે દિવસે બોરદેવી થી ભવનાથ પહોંચી પરિક્રમા પૂરી કરતા.()

History of Lili Parikrama
History of Lili Parikrama

History of Lili Parikrama અર્વાચીન કાળમાં યાત્રિકો કારતક સુદ અગિયારસના દિવસે ભવનાથ ખાતે દર્શન કરી અડધી રાતે યાત્રા શરૂ કરી, જીણાબાવાની મઢીએ પહોંચી રાત રોકાય છે, બીજા દિવસે સરકડીયા હનુમાન, સુરજકુંડ થઈ માળવેલાની જગ્યામાં પહોંચીને રાતવાસો કરે છે અથવા તો જીણાબાવાની મઢી થી માળવેલાની ઘોડી ચઢી સીધા માળવેલા ની જગ્યાએ પહોંચે છે. ત્રીજા દિવસે શ્રવણવડ, વાસંતીનાગ, નળપાણીની જગ્યામાં થઇ બોરદેવી ખાતે રાત રોકાય છે. ચોથે દિવસે દૂધવન ખોડીયાર ઘોડી ચઢી ભવનાથ તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે. ()

History of Lili Parikrama
History of Lili Parikrama

મધ્ય યુગમાં લાંબા ગાળા સુધી પરિક્રમા બંધ રહેલી તે કાળમાં સોમનાથ ઉપર અનેક આક્રમણો થયા હતા અને જૂનાગઢ-સોમનાથ તરફ જવાના મુખ્ય માર્ગમાં જૂનાગઢ આવતું હોવાના કારણે પરિક્રમા બંધ થઈ ગઈ હતી.

વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસના રોજ ભવનાથ તળેટી એ રાત્રી રોકાણ કરી બીજા દિવસે સવારે દૂધેશ્વર મહાદેવ ની જગ્યા પાસે થી શરૂ થતા પરિક્રમાના રસ્તે ચાલી નીકળે છે. સૌપ્રથમ જીણાબાવાની મઢિએ વિસામો લઈ સરકડીયા હનુમાન, સુરજકુંડ, પાટનાથ થઈ માળવેલા રાત્રિ રોકાણ કરે છે. ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ, હેમાજળીયા કુંડ થઈને બોરદેવી માતાજીની જગ્યામાં રાત્રિ રોકાણ કરે છે. ચોથે દિવસે બોરદેવી થી દૂધવન ઢોળાવાળી ખોડીયાર પર્વતની ઘોડી ચઢીને ગિરનારની સીડી પાસે તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે.()


જય ગિરનારી
સંદર્ભ ૧ : ગિરનાર પુસ્તક
સંદર્ભ ૨ : ગિરનારની પરિક્રમા પુસ્તક
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : ઓરી-રુબેલા વિરોધી રસીકરણ અભિયાન