સ્મિત વસોયા : ચિત્રકળાનાં વિવિધ પ્રકારમાંનો એક અઘરો પ્રકાર એટલે હાઇપર રિયાલીસ્ટિક સ્કેચ, જેને ધ્યાને લઈ આપણાં જુનાગઢ શહેરનાં 20 વર્ષીય યુવાન જે છેલ્લા 7 વર્ષથી ચિત્રો બનાવી રહ્યો છે. આ યુવાને અત્યાર સુધીમાં 200 થી વધુ ચિત્રો બનાવ્યા છે.આ યુવાનનું નામ છે સ્મિત વસોયા.જોષીપુરામાં રહેતાં અને હાલ ભુજમાં સિવીલ એંજીનીયરીંગમાં અભ્યાસ કરતાં સ્મિતને 7 માં ધોરણથી જ ચિત્રો બનાવવામાં ખૂબ રૂચિ હતી. તેમણે જૂનાગઢનાં ઇરફાનભાઇ સિદ્દીકી પાસેથી તાલીમ અને પ્રેરણા મેળવી. ચિત્રકલામાં અત્યંત અઘરી બાબત ગણાતાં હાઇપર રિયાલીસ્ટિક સ્કેચ પેપર પર હાથ અજમાવ્યો. ભરપૂર મહેનત અને ધગસના પગલે તેમણે તેમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી.
અત્યંત ગૌરવની વાત એ કે, દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ડ્રોઈંગ એક્ઝિબીશનમાં દેશના 48 સહભાગી થનાર વ્યક્તિઓમાં, ગુજરાતમાંથી એકમાત્ર આપણાં જૂનાગઢનાં સ્મિતની પસંદગી થઈ હતી.
તેઓએ અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, જેકલીન ફર્નાન્ડિસ, દિશા પટણી સહિત નાં અનેક સુપ્રસિદ્ધ વ્યક્તિઓ તથા વન્ય પશુપંખીઓના ચિત્રો બનાવ્યા છે.
Also Read : સ્વામી સ્ત્યમિત્રાનંદ ગિરિ થયા બ્રહ્મલીન, એક દિવ્ય યુગનો થયો અંત,નરેંદ્રમોદી પણ થયા દૂ;ખી…