RTO ના નિયમોમાં થયા ધરખમ ફેરફારો, દરરોજ 500 વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા ફરજિયાત!

RTO : જૂનાગઢ સહિત ગુજરાતની મોટાભાગે આરટીઓ કચેરીમાં વાહન ચાલકોના ધસારાના પગલે સરકારે નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેમાં ખાસ કરીને કાચા-પાકા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે દોઢ મહિનાની અપોઇમેન્ટ મળે છે, જેથી હવે કાચા લાયસન્સ માટે અપોઇમેન્ટ નો સમય સાત દિવસથી ઓછો કરવામાં આવશે, જ્યારે પાકા લાઇસન્સના ડ્રાઇવિંગ ટેસ્ટની સંખ્યા અને સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતની આરટીઓ કચેરીમાં કાચા-પાકા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ઓનલાઇન અપોઇમેન્ટ લેવાની હોય છે. આ અપોઇમેન્ટ પ્રક્રિયામાં વેઇટિંગ વધારે હોવાથી ગુજરાતની મોટાભાગની આરટીઓ કચેરીમાં 11 દિવસથી લઈને 30 દિવસે અપોઇન્ટમેન્ટ મળતી હોય છે. બીજી તરફ વાહનોમાં વધારાના કારણે લાયસન્સ મેળવવા માટે પણ વાહનચાલકોનો ધસારો વધી રહ્યો છે. જેથી કાચા લાયસન્સ માટેની દૈનિક સ્લોટ વધારવા તથા વેઇટિંગ સમય 7 દિવસ કરતા ઓછો થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા વાહન વ્યવહાર કમિશ્નરે આદેશ કર્યો છે.

કાચા લાયસન્સ પ્રક્રિયા ઝડપી કરવાના કારણે પાકા લાઇસન્સની કામગીરીમાં પણ વધારો કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને પાકા લાઇસન્સની અપોઇમેન્ટના સમયમાં તથા ડ્રાઇવિંગ ટેસ્ટમાં વાહનોની સંખ્યામાં વધતો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ફોર વ્હીલરના પાકા લાયસન્સ માટે 47 દિવસની અપોઇમેન્ટ મળતી હતી, તેના બદલે હવે અપોઇમેન્ટના સમયમાં ઘટાડો કરવામાં આવશે. તેમજ ડ્રાઇવીંગ ટેસ્ટમાં 175 વાહનચાલકોના બદલે 200 વાહનચાલકોનો ટેસ્ટ લેવામાં આવશે. જ્યારે ટુ-વ્હીલરના પાકા લાયસન્સ માટે અપોઇમેન્ટનું વેઇટિંગ હતું તે ઘટાડવામાં આવશે તથા 245 વાહનો ડ્રાઇવિંગ ટેસ્ટના બદલે 300 વાહનચાલકોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે.

 

ઉપરોક્ત કે વેઇટિંગ અને સમય ઘટાડવા માટે આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી કામગીરી થતી હતી, જેના બદલે આ કામગીરી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે. તેમજ પ્રતિકલાકે ડ્રાઇવિંગ ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. ઉપરાંત તમામ શનિવારે ટેસ્ટ ટ્રેક તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. જેમાં ફોર વ્હીલર માટે ઓછામાં ઓછા 20 અને ટુ-વ્હીલર માટે ઓછામાં ઓછા 30 સ્લોટ રાખવામાં આવશે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : જાણો શિવરાત્રિ ના મેળાની આ અદ્દભુત પરંપરા વિશે