Right to Education અંતર્ગત ધોરણ 1 માં યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ મેળવશે ફી માફીનો લાભ

Right to Education : ગુજરાત સરકાર દ્વારા પ્રજાના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે રાજ્યના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાઈટ ટુ એજ્યુકેશન યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાંચ વર્ષ પૂર્ણ થયેલા બાળકોને ધો. 1માં પ્રવેશ આપતી વખતે જરૂરી આધાર પુરાવાઓ રજૂ કરીને ધો. 1 થી 8 સુધી (સરકારી અને પ્રાઈવેટ શાળા બંનેમાં) અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ફી માફી કરી આપવામાં આવે છે.

Right to Education

આ વર્ષે 1, જૂન, 2019ના રોજ જે બાળકની ઉંમર પાંચ થી સાત વર્ષની વચ્ચે હશે તે આ યોજનાનો લાભ મેળવી શકશે. જે માટે બાળકની જન્મતારીખ 2, જૂન, 2012 થી 1, જૂન, 2014 ની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક વર્ષ 2019-20માં ધોરણ-1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તા.5, એપ્રિલ થી 15, એપ્રિલ સુધી નીચેની વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે.

જો આ દરમિયાન કોઈ કારણોસર તમે ફોર્મ ન ભરી શકો તો ઉપર આપેલી લિન્ક પરથી તમે ગુજરાતી અથવા અંગ્રેજીમાં ફોર્મ ડાઉનલોડ કરી શકશો. જે ફોર્મ ભરીને નીચે દર્શાવેલા કેન્દ્રો પર તા.5, એપ્રિલ થી 15, એપ્રિલ, 2019 સુધીમાં જમા કરાવવાના રહેશે.

  1. વણઝારી પ્રાથમિક શાળા, વણઝારી ચોક, એમ.જી. રોડ, જુનાગઢ.
  2. કોર્ટ વિસ્તાર પ્રાથમિક શાળા, નરસિંહ વિદ્યા મંદિર પાછળ, જુનાગઢ

આ પ્રવેશફોર્મ મેળવવાની શરૂઆત તા.19, એપ્રિલથી થશે. જેમાં નીચે મુજબના પુરવાઓની જરૂર પડશે.

1.લાઈટબીલ અથવા ભાડા કરાર

2.જાતિનો દાખલો

3.જન્મનો દાખલો

4.માતા-પિતાનું ચૂંટણીકાર્ડ

5.માતા-પિતા અને બાળકનું આધારકાર્ડ

6.વાલી  અથવા બાળકની બેંક પાસબૂકની ઝેરોક્ષ

7.રૂ.68,000 થી ઓછી આવકનો દાખલો

ડોક્યુમેન્ટ્સ વિશેની વધુ માહિતી જાણવા માટે અહિયાં નીચે ક્લિક કરો…

www.rtegujarat.org/Home/RequiredDocuments

વધુ વિગતો જાણવા માટે આ લિન્ક પર ક્લિક કરો: https://rte.orpgujarat.com/Content/Docs/RTE%20FAQ%20Final.pdf_26_03_2019_12_47.pdf

http://www.rtegujarat.org/

#TeamAapduJunagadh

Also Read : દિયા ઔર બાતી હમ ની સંધ્યાનો આ હોટ લૂક તમને ઘાયલ કરી મુકશે! જુઓ તસવીરો