ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં પ્રાયોગિક પરીક્ષા હવે બોર્ડ દ્વારા લેવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ રદ્દ થયા બાદ હવે જે પ્રાયોગિક પરીક્ષા જે-તે સ્કૂલ દ્વારા લેવાતી હતી એ પણ હવે બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે.


-> પરીક્ષા ક્યા અને ક્યારે લેવાશે?
-ચાલુ વર્ષથી જ રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે જેમાં આખા વર્ષ દરમિયાન કરેલા પ્રાયોગિક કાર્યની જર્નલ પરીક્ષા કેન્દ્ર પર રજૂ કરવાની રહેશે. પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખ, સમય અને જે-તે બેંચમાં લેવામાં આવશે. જેમાં ગેરહાજર રહેનારા વિધ્યાર્થીઓની પરીક્ષા કોઈપણ સંજોગોમાં લેવામાં આવશે નહીં.