avatars competition : “રાજ્યકક્ષા ની આરોહણ-અવરોહણ સ્પર્ધા બાદ, જૂનાગઢ માં યોજાઈ રહી છે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જેમાં સૌથી વધારે સ્પર્ધક રાજસ્થાનનાં છે” દેશમાં અતિ કઠિન અને જોખમી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા જૂનાગઢમાં યોજાય છે. રાજયકક્ષાની સ્પર્ધા જાન્યુઆરીનાં પ્રથમ રવિવારે યોજાય છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરી માસનાં પ્રથમ રવિવારે યોજવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા. 4 ફેબ્રુઆરીનાં યોજાશે. સ્પર્ધા માટે દેશભરમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી. સોમવાર સુધીમાં જૂનાગઢ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીને 10 રાજ્યમાંથી અરજીઓ મળી હતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનીયર ભાઇઓ 236, જુનીયર ભાઇઓ 117, સિનીયર બહેનો 39, જુનીયર બહેનો 33 નોંધાયા છે. ગિરનાર સ્પર્ધામાં કુલ 425 સ્પર્ધક નોંધાયા છે જે ગત વર્ષ કરતા 13 સ્પર્ધક વધારે છે. ગત વર્ષે સ્પર્ધામાં 412 સ્પર્ધક નોંધાયા હતાં. સૌથી વધારે રાજસ્થાનનાં 103 સ્પર્ધક છે. જયારે બીજા ક્રમે ગુજરાતનાં 101 સ્પર્ધક છે.જયારે સાૈથી ઓછા પંજાબનાં માત્ર એક જ સ્પર્ધક છે.
Also Read : સમગ્ર દેશમાં 2,400થી વધુ કોરોના પોઝીટીવ દર્દી નોંધાતા તા.2જી મે 8:30PM સુધીમાં કુલ આંક આટલો થયો…