આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કોટેચા

કોટેચા : નવરાત્રી દરમિયાન ભારતીય સંસ્કૃતિમાં મા જગદંબા સ્વરૂપ દીકરીઓને મા અંબેનો પ્રસાદ જમાડવું ખુબ પુણ્યશાળી માનવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ છેલ્લા આઠ વર્ષથી આ પુણ્યશાળી અને પવિત્ર કર્મ કરનાર જૂનાગઢના ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા અને એમના ધર્મપત્ની શ્રી ગીતાબેન કોટેચાના આ સંકલ્પ વિષે…

કોટેચા

આજથી આઠ વર્ષ પહેલા શ્રી ગીતાબેન કોટેચાના મનમાં પ્રગટેલ આ પવિત્ર કર્મનો વિચાર એટલે જૂનાગઢ જિલ્લો અને તેની આસપાસના ગામડાઓમાં થતી 250થી પણ વધારે ગરબીઓમાં ભાગ લેતી બાળાઓને મા જગદંબાનો પ્રસાદ આપવાની વાત.

સામાન્ય રીતે એક માન્યતા મુજબ ગરબે રમતી બાળાઓમાં સાક્ષાત મા અમ્બે પણ હોઈ શકે છે ત્યારે કોટેચા પરિવાર આ વર્ષે 15000 જેટલી બાળાઓને ભાવતા ભોજનિયા પીરસશે. તારીખ 20-10 ના રોજ શરુ કરાયેલું બાળાઓનું સમુહભોજન 22-10 સોમવાર સુધી ચાલશે. આ સમૂહભોજનમાં બાળાઓનું કોટેચા પરિવાર દ્વારા સહ્રદય સ્વાગત કરવામાં આવે છે. આ સાથે દરેક બાળાને દર વર્ષે એક રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવે છે.

કોટેચા

ઉપરાંત જૂનાગઢ જિલ્લાના 20 વોર્ડ અને આસપાસના ગામોના ગરબી મંડળો માટે આવવા જવા માટે સ્પેશ્યલ બસોની વ્યવસ્થા પણ કોટેચા પરિવાર દ્વારા કરી આપવામાં આવે છે.

આ પવિત્ર અને પુણ્યશાળી કર્મ આજીવન કરતું રહેવાના કોટેચા દંપતિના આ સંકલ્પને ‘આપણું જુનાગઢ’ના વંદન અને અભિનંદન.

Also Read : આવો મળીએ હાવજનું કાળજું ધરાવતા ગીરના આ મહિલા રેસ્ક્યૂ ઓફિસરને…

આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!