મિનીકુંભ : તા.27થી શરૂ થનારા મિનીકુંભને લઈને તંત્ર તેમજસંતો-મહંતો સૌ કોઈ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. મહાશિવરાત્રી પર્વે યોજાનારા મેળાને “મિનીકુંભ” નોદરજ્જો અપાતા અનેક ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે, એ તો આપ જાણો જ છો…mini kumbh mela 2019
પરંતુ આ કાર્યક્રમોની યાદીમાં વધુ એક કાર્યક્ર્મ ઉમેરવામાં આવ્યો છે. આ કાર્યક્ર્મ એટલે મિનીકુંભની શરૂઆત પહેલા આગલા દિવસેસંતો-મહંતો દ્વારા નગરપ્રવેશ માટે નિકળનારી ભવ્ય રવાડી…
તા.26 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યે શ્રી બિલનાથ મંદિરેથી સાધુ-સંતોની રવેડી નિકળશે. આ રવેડીમાં 500 જેટલા સાઇકલ સવારો, આગેવાનો વગેરે લોકો ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત, દર વખતે મહાશિવરાત્રીના દિવસે મુખ્ય પ્રવેશદ્વારથી ત્રણેય અખાડાઓની રવેડી પ્રવેશે છે અને મૃગીકુંડમાં સ્નાન કરી એ જ દ્વારથી બહાર નીકળે છે. પરંતુ આ વખતે ભવનાથ મંદિરની પાછળની સાઇડે પણએક મોટો દરવાજો બનાવવામાં આવ્યો છે, કદાચ આ દરવાજાથી સાધુઓ શાહી સ્નાન કરી બહાર નીકળી શકે,તેવું પણ માની શકાય…
આ વખતે મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે 51ફૂટ ઊંચું અને 51 લાખ રુદ્રાક્ષ માંથી બનાવેલું “શિવલિંગ”.તેના ફાઉન્ડેશનની કામગીરી જોરશોરથી ચાલુ રહી છે.પ્રથમ વખત યોજાવા જઈ રહેલા મિનીકુંભ મેળાની સૌકોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે…
હર હર મહાદેવ…!!!
Author: Morvee Raval #TeamAapduJunagadh
Also Read : એકતા કપૂર : કસોટીમાં મિસ્ટર બજાજની થઈ એન્ટ્રી ,અનુરાગ અને પ્રેરણાની લાઈફમાં આવશે ટ્વિસ્ટ…જુઓ વિડિયો