Clay modelling : કોઈપણ નવા વિચારને લોકો સહયોગ આપશે કે નહીં આવી મુંજવણ રહેતી હોય છે પણ Aapdu Junagadh દ્વારા આયોજિત ‘માટીના ગણેશ – clay modelling workshop’ ને આપ સૌએ ખુબ સારો પ્રતિસાદ આપ્યો એ બદલ હ્રદયપૂર્વક આભાર.
જુનાગઢ મ્યુઝીયમના સહયોગથી અને કિરણભાઈ વરીયાના સચોટ માર્ગદર્શનથી બે દિવસમાં 70 જેટલા લોકોએ ‘માટીના ગણેશ’ બનાવ્યા હતા અને Aapdu Junagadh ના આ નવતર પ્રયોગને સફળ બનાવ્યો હતો તથા જી.ટી.પી.એલ. જૂનાગઢ ન્યૂઝ, બ્લુસ્ટાર ડેન અને સંદેશ જેવા મીડિયા એ આ કાર્યક્રમને વધુ લોકો સુધી પહોંચાડવા સહયોગ આપ્યો છે.
આવનારા સમયમાં પણ જો આવો જ પ્રતિસાદ મળતો રહ્યો તો આ પ્રકારના કાર્યક્રમો કરવા Aapdu Junagadh કટિબદ્ધ છે. આ રહી બે દિવસના વર્કશોપની નાની એવી ઝાંખી..