UPSC exam : ભારત ભરમાં યુ.પી.એસ.સી. પરીક્ષામાં 45 મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર કેશોદના રહેવાસી મમતાબેન હરેશભાઇ પોપટ શાદી પછી પણ દ્રઢ નિશ્ચય, મહેનત અને કુટુંબીજનોનાં સહકારથી IAS ઓફિસર બની અન્ય માટે પ્રેરણાંરૂપ બન્યા છે.
માતા રીનાબેન અને પિતા હરેશભાઇ પોપટની એકની એક દીકરી મમતાબેનનો જન્મ કેશોદ ખાતે 1988 માં થયો હતો. મમતાબેને ધો.1થી 7 કેશોદની પ્રીમિયર સ્કુલમાં, ધો. 8 થી 12 ડી. ડી. એલ. સ્કુલમાં તથા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં કેમેસ્ટ્રી વિષય સાથે બી.એસ.સી નો અભ્યાસ કર્યા બાદ જીએલએસમાં માર્કેટીંગ વિષય પર એમ.બી.એ. કરી ગોલ્ડમેડલ મેળવ્યો.
મમતાબેને ગાંધીનગર ખાતે જી.આઇ.ડી.સીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે સર્વિસ દરમ્યાન ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવ્યા બાદ સ્પીપાની પરીક્ષા અને પ્રોફેસરની નીટની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી ડે.કલેકટર તરીકે અમદાવાદ બાદ વડોદરા ખાતે ટ્રેનીંગ લઇ રહ્યા હતા ત્યારે આ ઝળહળતી સફળતાના સમાચાર મળ્યા. નાનપણથી જ હોશિયાર હોવા સાથે મમતાબેનની સફળતા પાછળ તેમના માતા પિતાએ મમતાબેનના પતિ તથા સાસુ સસરાનું ઘણું યોગદાન હોવાનું જણાવ્યું હતું. ત્યારે ગુજરાતના ગૌરવ તરીકે ઉભરતી આ દીકરીને તેમની ઉજ્જવળ સફળતા બદલ ખુબ ખુબ અભિનંદન.
Also Read : દેવાયત બોદર (ભાગ 3: નવઘણનો જીવ બચાવવા દેવાયત આપે છે, સગા દીકરાનું બલિદાન)